‘તોફા એટલે કે નારિયેળ પાણી મળે છે મોંઘુ પરંતુ સ્વાસ્થ્ય માટે ઘણું હિતદાયક છે.’ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી રોગોથી સુરક્ષિત રાખવામાં ખૂબ અસરકારક છે.
‘તરોફા એટલે કે નારિયેળ પાણી મળે છે મોંઘુ પરંતુ સ્વાસ્થ્ય માટે ઘણું હિતદાયક છે.’ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી રોગોથી સુરક્ષિત રાખવામાં ખૂબ અસરકારક છે. રોજ નારિયેળ પાણી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની ઉણપ થી રાહત મળે છે. ઠંડક આપનારું આ નારિયેળ પાણી ઉનાળાની તરસ તો છીપાવે જ છે સાથે શરીરને અંદરથી ઠંડક પ્રદાન કરે છે. ગરમીના દિવસોમાં નારિયેળ પાણી લૂ લાગવી, ચક્કર, અશક્તિ જેવી સમસ્યાઓથી બચાવે છે. સવારે ખાલી પેટ તરોફા પીવાથી ચયાપચયમાં સુધારો થાય છે અને વજન પણ ઘટે છે. તેમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા ઈલેક્ટ્રોલાઈટ્સ મળી આવે છે.જે તમને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. નાળિયેર પાણી શરીરના મેટાબોલિક રેટને સુધારવામાં મદદ કરે છે. નાળિયેર પાણીમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ ઓછી હોય છે.ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે ને કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખે છે, કીડની સ્ટોન દૂર કરવામાં તો રામબાણ છે, બ્લડપ્રેસર થી બચાવે છે, સ્વસ્થ ત્વચા પ્રદાન કરે છે, ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ જો તમને શરદી હોય ત્યારે નાળિયેર પાણીનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેની તાસીર ઠંડક પ્રદાન કરે છે.