યુએસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે કોરોના સમયગાળાને ટાંકીને મેક્સિકો બોર્ડરથી સ્થળાંતર કરનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો
19 રાજ્યોએ આપી હતી સ્થળાંતર કરનારાઓની ભીડ વધવાની ચેતવણી
આ પહેલા અમેરિકાના 19 રાજ્યોએ આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ટ્રમ્પના સમયમાં લાદવામાં આવેલ પ્રવેશ પ્રતિબંધને અચાનક હટાવી લેવામાં આવશે તો અમેરિકામાં મેક્સિકન ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં જબરદસ્ત વધારો થશે. હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. અહીં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મેક્સિકોના તે લોકોને પણ અમેરિકામાં આશ્રય નહીં મળે, જેમને અગાઉ આશ્રયની મંજૂરી આપવામાં આવી હશે અથવા જેઓ તેના માટે લાયક હશે. કોર્ટ હવે આ મામલે ફેબ્રુઆરીમાં સુનાવણી કરશે.
જણાવી દઈએ કે ઘણા લોકો મેક્સિકોને રસ્તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસીને અમેરિકામાં સ્થાયી થવાના પ્રયાસો કરતા હોય છે, જેમાં ઘણીવાર તેઓ પકડાઈ જાય છે અને એક સમય પછી તો આ ઘૂસણખોરીને અટકાવવા માટે અમેરિકા મેક્સિકો બોર્ડર પર ટ્રમ્પ વોલ બનાવી દેવામાં આવી, જે 20 ફુટ ઊંચી દીવાલ છે.