વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અત્યારે જેલમાં છે. તોડકાંડ મામલે ફસાયેલા યુવરાજસિંહને ભાવનગર કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, હું બહાર આવી એટલે ખુલાસાઓ થશે. બીજું ઘણું બધુ બહાર આવશે આ સાથે એમ પણ કહ્યું હતું કે, મજબુતાઈથી જવાબ આપીશ.
ભાવનગર કોર્ટમાં અગાઉ તોડકાંડ મામલે લાગેલા આક્ષેપ બાદ તેમના રીમાન્ડ પણ મંજૂર કરાયા હતા અને પોલીસે આ મામલે આગળની કાર્યવાહી પણ કરી હતી ત્યારે આજે કોર્ટમાં રજૂ કરતા મહત્વનું નિવેદન વિદ્યાર્થી નેતાએ આપ્યું હતું.
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં. રુપિયાની લેવડદેવડમાં મારે કોઈ લેવા દેવા નથી તેવો દાવો તેમણે કર્યો છે. આ સાથે કહ્યું કે, અમને ન્યાયતંત્ર પર ભરોસો છે ચોક્કસથી ન્યાય થશે.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પોલીસે મજબૂત પુરાવા મુક્યા અમે પણ મજબૂત જવા આપીશું. અમારી પાસે ઘણુ બધુ છે. ક્યાંય પણ આર્થિક લેતી દેતીમાં મારું ઈનવોલમેન્ટ નથી. વન સાઈડમાં દેખાયું છે. પડદા પાછળનું પિક્ચર આવ્યું નથી. ટ્રેલર તો આવી ગયું છે. હું બહાર આવીશ એટલે ઘણું બધું નવું જાણવા મળશે.