અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 પર રિલીઝ પહેલા જ ખતરો તોળાઈ રહ્યો છે. ફિલ્મના પોસ્ટરથી લઈને ટીઝર સુધી ભારે હોબાળો થયો હતો. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સેન્સર બોર્ડે ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે આદિપુરુષ જેવી પરિસ્થિતિને ટાળવા માટે, CBFC એટલે કે સેન્સર બોર્ડે OMG 2 ની રિલીઝ પહેલા દરેક જરૂરી સાવચેતી રાખી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડે ફિલ્મમાં 20 સીન કાપવાનું કહ્યું છે. તેમજ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
ફિલ્મ ઓહ માય ગોડ 2 રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. અમિત રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના રડાર પર છે. આ ફિલ્મ, જે 11 ઓગસ્ટે સ્ક્રીન પર આવવાની છે, તેની તાજેતરમાં CBFCની રિવાઇઝિંગ કમિટી (RC) દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જો અહેવાલોનું માનીએ તો સેન્સર બોર્ડે ફિલ્મમાં મોટા ફેરફારોની માંગ કરી છે.
બોર્ડને તેના કેટલાક દ્રશ્યો થોડા વિવાદાસ્પદ જણાયા છે. બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને મેકર્સને ઓડિયો અને વીડિયો ડિલીટ કરવા સહિત 20 સીન કાપવા કહ્યું છે. આ સિવાય તેણે ફિલ્મને માત્ર એડલ્ટ સર્ટિફિકેટ પણ આપ્યું છે.
મળતી માહિતી અનુસાર, બોર્ડે કુલ 20 સીન્સ કાપવાનું કહ્યું છે અને તેને A સર્ટિફિકેટ આપ્યું છે. નિર્માતાઓ આ નિર્ણયથી ખુશ નથી કારણ કે તેઓ માને છે કે સીન કાપવાથી ફિલ્મના સારને અસર થશે. વળી, તેને ફિલ્મ માટે ‘A’ સર્ટિફિકેટ પણ મંજૂર નથી.
ફિલ્મની વાત કરીએ તો તેમાં અક્ષય કુમાર સિવાય યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે. આ ફિલ્મનો પહેલો ભાગ 2012માં રિલીઝ થયો હતો જેમાં અક્ષયની સાથે પરેશ રાવલ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં અક્ષયે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે ઘણી કમાણી કરી હતી. હવે ભાગ 2 માં અક્ષય ભગવાન શિવની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.