Samsung Galaxy M14 5G Price in India: સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન Samsung Galaxy M14 5G લોન્ચ કર્યો છે. કંપનીએ બજેટ સેગમેન્ટમાં એક નવું ડિવાઇઝ લોન્ચ કર્યું છે, જે 5G સપોર્ટ સાથે આવે છે. બ્રાન્ડે આ હેન્ડસેટને Samsung Galaxy M13ના સક્સેસર તરીકે લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટ માર્ચમાં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
આમાં તમને સેમસંગની રેગ્યુલર ડિઝાઇન, વોટરડ્રોપ નોચ, સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં 6.6-ઇંચની ડિસ્પ્લે, Exynos 1330 પ્રોસેસર, Android 13 OS અને 50MP પ્રાથમિક કેમેરા છે.
Samsung Galaxy M14 5G ની કિંમત અને સેલ
કંપનીએ આ ડિવાઇસને બે કન્ફિગરેશનમાં લોન્ચ કર્યું છે. Samsung Galaxy M14 5G ના 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,490 રૂપિયા છે. જ્યારે તેનો 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 14,990 રૂપિયામાં આવે છે. તમે એમેઝોન અને સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ પરથી સ્માર્ટફોન ખરીદી શકો છો. આ ફોન 21 એપ્રિલે બપોરે 12 વાગ્યે ઉપલબ્ધ થશે. આ એક શરૂઆતની કિંમત છે, જેને કંપની પછીથી સુધારી શકે છે.
સ્પેશિફિકેશન શું છે?
Samsung Galaxy M14 5G માં 6.6-ઇંચ FHD + IPS LCD ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. સ્ક્રીનની સિક્યોરિટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Exynos 1330 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે.
ઓપ્ટિક્સ વિશે વાત કરીએ તો, ફોનમાં 50MP + 2MP + 2MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફ્રન્ટમાં 13MP સેલ્ફી કેમેરા છે. ડિવાઇઝ Android 13 પર આધારિત One UI 5.0 પર કામ કરે છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે, 6000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.