વાસ્તુશાસ્ત્રમાં ઘર સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અજમાવીને વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુધારી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના ડસ્ટબિનને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુના નિયમ મુજબ જો ડસ્ટબિન યોગ્ય દિશામાં ન મૂકવામાં આવે તો વ્યક્તિને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે.
જો કોઈ વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો તેને લગતી કેટલીક ટિપ્સ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી છે. ઘરમાં હાજર વસ્તુઓની દિશા સુધારીને તમે આવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ વસ્તુને ખોટી દિશામાં રાખો છો તો તેની અસર તમારા જીવન પર જોવા મળશે.
વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરની અંદર ક્યારેય પણ ડસ્ટબિન ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવું જોઈએ. આવું કરવાથી ઘરના સભ્યોના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. તેની સાથે ઘરના મોભીને પણ તણાવમાંથી પસાર થવું પડી શકે છે.
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ઘરની દક્ષિણ-પૂર્વ દિશા તરફ ડસ્ટબિન રાખો છો, તો તમને ધન સંચય કરવામાં મુશ્કેલી થશે. આમ કરવાથી ઘરમાં જમા પૈસા પણ ધીરે ધીરે ખતમ થઈ જશે અને ઘરના સભ્યો પર દેવાનો બોજ વધી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં ડસ્ટબિન ન રાખવું જોઈએ. જેના કારણે ઘરમાં રહેતા લોકોમાં નિરાશા ફેલાઈ જાય છે. તેનાથી ઘરના સભ્યોના વિકાસમાં અવરોધ આવે છે. આ સાથે ઉત્તર દિશામાં મુકવામાં આવેલ ડસ્ટબિન નોકરી અને કારકિર્દીની સારી તકો પણ ઘટાડી શકે છે. ડસ્ટબિન હંમેશા ઘરની દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિન ક્યારેય ઘરની બહાર ન હોવી જોઈએ. તેના બદલે તેને હંમેશા ઘરની અંદર રાખવું જોઈએ. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં ડસ્ટબીન માટે દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશાને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિનને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવાથી કોઈ નકારાત્મક અસર થતી નથી.