June 21, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • ‘આર્થિક ઉત્કર્ષ’ની યોજનાઓના માધ્યમથી ૧૪ જિલ્લાના અંદાજે ૧.૪૧ લાખથી વધુ આદિવાસી ભાઈ-બહેનોને સરકાર દ્વારા લાભાન્વિત કરાયા
બ્રેકિંગ ન્યુઝ

‘આર્થિક ઉત્કર્ષ’ની યોજનાઓના માધ્યમથી ૧૪ જિલ્લાના અંદાજે ૧.૪૧ લાખથી વધુ આદિવાસી ભાઈ-બહેનોને સરકાર દ્વારા લાભાન્વિત કરાયા

by gujarat paheredarAugust 7, 20230
શેર 0

‘આર્થિક ઉત્કર્ષ’ની વિવિધ યોજનાઓના માધ્યમથી ગત વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજે ૧.૪૧ લાખથી વધુ આદિવાસી ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપી વધુને વધુ આર્થિક પગભર બનાવવાની દિશામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે.

ભારતમાં કુલ આદિજાતિ વસ્તીની ૮.૧ ટકા વસ્તી ગુજરાતમાં છે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં ૮૯ લાખથી વધુ આદિજાતિ વસ્તીના સર્વાંગીણ વિકાસ માટે ગુજરાત સરકારે અલગથી વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ચાલુ વર્ષના ગુજરાત બજેટના કુલ પાંચ સ્તંભમાં આદિજાતિ વિકાસનો પ્રથમ સ્તંભમાં જ ઉલ્લેખ કરીને આદિજાતિ વિભાગ માટે કુલ રૂ. ૩,૪૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ રૂ. ૭૭૦.૧૯ કરોડની રકમ માત્ર આદિજાતિના આર્થિક ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવી છે. આટલું જ નહીં આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની ‘વન બંધુ કલ્યાણ યોજના-૨’ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધીમાં રૂ. ૧ લાખ કરોડની અંદાજપત્રિય જાહેરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવી છે.

Advertisement

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વના પરિણામે અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટીનાં ૧૪ જિલ્લાના આદિવાસી શહેરો-ગામોમાં વિકાસની નવતર પરિભાષા અંકિત થઇ છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના સતત માર્ગદર્શનમાં પાણી, સિંચાઈ, વીજળી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી મૂળભૂત અને આંતરમાળખાકીય સુવિધાઓથી સમગ્ર વિસ્તાર વિકાસની નવી ઊંચાઇ હાંસલ કરી રહ્યો છે. આદિવાસીઓની પ્રવૃત્તિ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખી આદિજાતિ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતે ‘‘જ્યાં નાગરિક ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે. રાજ્યના આદિજાતિ ગામડાંઓની મુલાકાત લઈએ ત્યારે છેલ્લા બે દાયકામાં ૩૬૦ ડિગ્રીએ થયેલા વિકાસને અનુભવી શકાય છે.

ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસીઓના સર્વાંગીણ આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ ૧૩ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આદિજાતિ ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવાના ઉદ્દેશ સાથે કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ ૨૦૧૨-૧૩માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ બી.પી.એલ./ એફ.આર.એ.ના લાભાર્થી/ આદિમજૂથ અને આદિજાતિ ખેડૂતને આપવામાં આવે છે. જેમાં સહાયરૂપે વિવિધ પાક અનુસાર સરેરાશ રૂ. ૪,૫૦૦ જ્યારે વધુમાં વધુ રૂ. ૫,૦૦૦ સુધીના કિંમતની ખાતર અને બિયારણની કીટ્સનું નજીવો રૂ. ૫૦૦નો ફાળો લઈને વિતરણ કરવામાં આવે છે. ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩’ અંતર્ગત ૧૪ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને આ યોજના હેઠળ પ્રથમવાર વિવિધ ‘જાડા ધાન્ય’નું બિયારણ આપી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરાયા છે.

વેલાવાળા શાકભાજી માટેની મંડપ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૫-૧૬માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ બી.પી.એલ./ એફ.આર.એ.ના લાભાર્થી/ આદિમજૂથ અને આદિજાતિ ખેડૂતને આપવામાં આવે છે. જેમાં સહાયરૂપે વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા પ્રતિ લાભાર્થી રૂ. ૧૫,૨૮૮ની રકમ DBT મારફત આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત લક્ષ્યાંક મુજબ તમામ ૬,૨૦૭ લાભાર્થીને લાભ આપવામાં આવ્યો છે.

ફળાઉં ઝાડના રોપા વિતરણ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૯-૨૦માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બી.પી.એલ./ એફ.આર.એ.ના લાભાર્થી / આદિમજૂથ આદિજાતિ ખેડૂતને લાભ આપવામાં આવે છે. જેમાં કલમી આંબાના રોપાઓ માટે રૂ. ૪,૦૫૦ થી રૂ. ૧૬,૨૦૦ સુધીની સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૧૦,૨૧૬ લાભાર્થીઓને લાભાન્વિત કરાયા છે.

પાવર ટીલર માટે સહાય યોજનાની શરૂઆત વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં કરવામાં આવી હતી. યોજના હેઠળ સહાયરૂપે આદિજાતિ ખેડૂતોને ૮ બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલર માટે કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૬૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોઈ તે અને ૮ બ્રેક હોર્સ પાવરથી ઉપરના પાવર ટીલર માટે કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૮૫,૦૦૦/- બે માથી જે ઓછુ હોઈ તે આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૧૫૪૩ આદિજાતિ ખેડૂતોએ લાભ લીધો છે.

સંકલિત ડેરી વિકાસ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૦૭-૦૮માં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત યોજના હેઠળ બી.પી.એલ./એફ.આર.એ.ના લાભાર્થી/આદિમજૂથ અને આદિજાતિ મહિલાઓને લાભ આપવામાં આવે છે. જેની હાલની યુનિટ કોષ્ટ રૂ.૭૦,૦૦૦/- છે જેમાં એક (૧) દુધાળુ પશુ તથા સાધન સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૧૦,૯૪૪ મહિલા લાભાર્થીને લાભ આપવામાં આવ્યો છે.

વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રની શરૂઆત વર્ષ-૨૦૦૮માં કરવામાં આવી હતી. જેમાં આદિજાતિ યુવક/યુવતીઓને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડી આવક બમણી કરવાના નિર્ધાર સાથે તાલીમ કેન્દ્રો કાર્યાન્વિત છે. આ કેન્દ્રોમાં પીપીપી પાર્ટનર માન્ય સંસ્થાઓ સહભાગી રહે છે. જેમાં ઓટો મોબાઈલ સેક્ટર, પ્લાસ્ટિક ઈજનેરી, કેમિકલ સેક્ટર, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ, ટેક્ષટાઈલ, આઈ.ટી./બી.પી.ઓ. સેક્ટરમાં ૧ માસથી ૨ વર્ષના કોર્સની તાલીમ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ૭૫ ટકા સરકાર તથા ૨૫ ટકા પાર્ટનર સંસ્થાની ભાગીદારી સાથે કેપિટલ ખર્ચ કરવામાં આવે છે, સરકાર દ્વારા ૧૦૦ ટકા રીકરીંગ ખર્ચ કરવામાં આવે છે, આ રીકરીંગ ખર્ચ ૭૫ ટકા તાલીમાર્થીને પ્લેસમેન્ટ મળ્યા બાદ જ ચૂકવવામાં
આવે છે.

માનવ ગરીમા યોજનાની શરૂઆત વર્ષ-૧૯૯૮માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ નિયત માપંદડ મુજબ લાયકાત ધરાવતા ગ્રામીણ-શહેરી વિસ્તારના આદિજાતિ નાગરિકોને આપવામાં છે. જેમાં સહાયરૂપે રૂ. ૩,૦૦૦ થી રૂ.૪૮,૦૦૦ સુધીની કીટ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૩૩,૫૪૧ નાગરિકોને લાભ આપીને આર્થિક પગભર બનાવ્યા છે. કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૦૦-૦૧માં કરવામાં આવી હતી. યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિના અરજદારે હાયર સેકન્ડરી (૧૦+૨) અથવા ઇન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. જેમાં સહાયરૂપે મહત્તમ રૂ.૨૫ લાખની મર્યાદામાં માત્ર ૪ ટકાના નજીવા દરે ધિરાણ આપવામાં આવે છે.

સ્વરોજગારીની ધિરાણ યોજનાની શરૂઆત વર્ષ-૧૯૯૭માં કરવામાં આવી હતી. સ્વરોજગારી યોજના હેઠળ જુદા જુદા ૮૫ વ્યવસાય માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટેની ઉંમર ૧૮ થી ૫૫ વર્ષ સુધી તેમજ વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખથી વધુ ન હોવી જોઈએ. જેમાં રૂ. ૫ લાખની મર્યાદામાં વાર્ષિક ૪ ટકાના નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૨૨૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.

મહિલાઓને આર્થિક ઉપાર્જન માટેની નાહરી કેન્દ્ર યોજનાની શરૂઆત વર્ષ-૨૦૧૬માં કરવામાં આવી હતી. આ યોજનામાં ૧૧ મહિલાઓના જૂથનું સખી મંડળ તરીકે રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. આ યોજનામાં રૂ. ૫ લાખની મર્યાદામાં વાર્ષિક ૪ ટકાના વ્યાજના દરે લોન તેમજ રૂ. ૫ લાખની સહાય એમ મળીને કુલ રૂ. ૧૦ લાખ મળવા પાત્ર છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૧૬ સખીમંડળોએ તેનો લાભ લીધો છે.

શેર 0
અગાઉની પોસ્ટ
સરકારની નવી યોજના! તમામ ટીવી ચેનલો મોબાઈલ પર ચાલી શકશે, જાણો વિગતો
આગામી પોસ્ટ
કૈલાશ માનસરોવર યાત્રામાં અવરોધ બની રહ્યું છે ચીન, ભારત શોધી રહ્યું છે નવો વિકલ્પ, બનાવશે નવી ટનલ
gujarat paheredar

Related posts

પુલવામા હુમલાની વરસી: PM મોદીએ આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ, કહ્યું- અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ

gujarat paheredarFebruary 14, 2023

જલ્દી જ પાકિસ્તાન પરત ફરશે નવાઝ શરીફ, આગામી સામાન્ય ચૂંટણીમાં પોતાના હાથોમાં લેશે પાર્ટીની લગામ

gujarat paheredarDecember 7, 2022

કોંગ્રેસ બોલ્યું – આદેશ કમનસીબ અને લોકશાહીની હત્યા; પૂર્ણેશે કહ્યું- કોર્ટના નિર્ણયને માનો

gujarat paheredarJuly 7, 2023

થર્ટી ફર્સ્ટમાં ગુજરાતમાં નવા વર્ષમાં ડ્રગ્સ અને હથિયાર ઘુસાડવાનું ષડયંત્ર એટીએસ અને કોસ્ટગાર્ડે ભારત પાક બોર્ડર પર નિષ્ફળ બનાવ્યું

gujarat paheredarDecember 26, 2022

નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે ઉનાળાની સીઝનમાં આંખે ઊડીને વળગે તેવી દુર્લભ તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

gujarat paheredarMay 5, 2023

કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું, ‘સરકારે 2000ની નોટ બંધ કરીને સારું કર્યું’

gujarat paheredarMay 22, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138947
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક