આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે વિદ્યાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ ઉભી ન થાય તે માટે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટે્રટએ એમ.કે.જોષીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા પોરબંદર જિલ્લામાં પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં તા. ૧૪-૦૩-૨૦૨૩ થી તા.૨૯-૦૩-૨૦૨૩ સુધી સવારના ૦૯:૩૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી કોપીયર મશીન દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાતા કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક સાધનો/ ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહના નિયમિત ઉમેદવારોની પરીક્ષા તા. ૧૪-૦૩-૨૦૨૩થી તા. ૨૯-૦૩-૨૦૨૩ સુધી પોરબંદર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોમા યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે વિદ્યાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ ઉભી ન થાય તે માટે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટે્રટએ એમ.કે.જોષીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા પોરબંદર જિલ્લામાં પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં તા. ૧૪-૦૩-૨૦૨૩ થી તા.૨૯-૦૩-૨૦૨૩ સુધી સવારના ૦૯:૩૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી કોપીયર મશીન દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાતા કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક સાધનો/ ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા જે દિવસે ન હોય તે સમયગાળા દરમ્યાન જાહેરનામુ લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. ઉપરાંત પોરબંદર જિલ્લામાં પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં તા. ૧૪-૦૩-૨૦૨૩ થી તા.૨૯-૦૩-૨૦૨૩ સુધી કોઇ પણ માર્ગ,ચોક કે ગલીઓમાં બે કે તેથી વધારે લોકોએ એકઠા થવા, સરઘસો કાઢવા, સૂત્રો પોકારવા, લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા જે દિવસે ન હોય તે સમયગાળા દરમ્યાન જાહેરનામુ લાગુ પડશે નહી.