હાલ અમદાવાદમાં તાપમાન 19 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે.
શું કહે છે હવામાન વિભાગ
હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે પરંતુ ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ જાન્યુઆરી મહિનામાં થશે તેમજ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવના પણ છે. આ ઉપરાંત રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.
ડીસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થવાની શક્યતા નહીં
ડિસેમ્બરમાં કોલ્ડવેવની કોઈ શક્યતા નથી. ડિસેમ્બર દરમિયાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાને કારણે ઠંડીની અસર પણ નહિવત છે. જો કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. તાજેતરમાં જ નલીયામાં 14 ડીગ્રી આસપાસ લધુત્તમ તાપમાન બે દિવસ પહેલા જોવા મળ્યું હતું.
કેટલાક વિસ્તારમાં થયું હતું માવઠું
તાજેતરમાં પંચમહાલ, ખેડા, સાબરકાંઠા સહીતના કેટલાક વિસ્તારમાં માવઠું થયું હતું પરંતુ અત્યારે માવઠાને લઈને કોઈ સમાચાર નથી પરંતુ કેટલાક પાકોને ઠંડીની જરુર પડતી હોય છે ત્યારે ઠંડી પડે તે પણ જરૂરી છે.