રાજ્યમા ખેડૂતો ક્રોપ ડાઇવર્સીફીકેશન કરી અતિ મૂલ્યવાન આંબા તથા જામફળ ફળપાકમાં ઘનિષ્ઠ પધ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી અપનાવી ખેતી કરતા થાય તે ઉદ્દેશથી બાગાયત ખાતા દ્વારા ફળ ઉત્પાદકતા વધારવા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
વાવેતરમાં સહાય યોજનાની વિગતો અને નિયમો
• આ યોજનામાં પ્રથમ વર્ષે આંબા અને જામફળ ફળપાકના નવા વાવેતર સાથે જો કોઇ અન્ય
બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો વધારાની સહાય મળવાપાત્ર રહેશે.
• આંબામાં પ્રતિ હેકટર ઓછામાં ઓછા ૪૦૦ કલમો તેમજ જામફળ માટે ઓછામાં ઓછા ૫૫૫
કલમો/રોપા ધ્યાને લઇ સહાય મળવાપાત્ર રહેશે.
• આંબા પાકમાં કલમ દીઠ રૂ.૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી ઓછું હોય તે ધ્યાને લઇ રૂ.૪૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર
• પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાંટીંગ
મટીયરલ ખર્ચના ૫૦ ટકા લેખે અથવા રૂ. ૧૦,૦૦૦ પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય
મળવાપાત્ર રહેશે.
• જામફળ પાકમાં કલમ/ટીસ્યુ રોપા દીઠ રૂ.૮૦ અથવા થયેલ ખર્ચ પૈકી ઓછું હોય તે ધ્યાને લઇ
રૂ.૪૪,૦૦૦ પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર
• પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાંટીંગ
મટીયરલ ખર્ચના ૫૦ ટકા લેખે અથવા રૂ. ૬૦૦૦ પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય
મળવાપાત્ર રહેશે.
• ખાતા દીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય
આ યોજના હેઠળ આંબા અને જામફળ ફળપાકના નવા વાવેતર માટે અન્ય યોજનામાંથી સમાન હેતુવાળા ઘટકમાં જે તે વર્ષે સહાય મેળવેલ ન હોવી જોઇએ. આ યોજનામાં કેળ (ટીસ્યુ) વાવેતરમાં જે લાભાર્થીનો અગાઉ નિયત કરેલ સમય મર્યાદામાં સહાય મેળવેલ હોય અને મહ્ત્તમ વાવેતર વિસ્તાર પુર્ણ થયેલ હોય તે ઉપરાંતના વાવેતર હોય તે લાભાર્થીઓને જ લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ આંબા અને જામફળ ફળપાકના નવા વાવેતર માટે ઓછામાં ઓછા ૦.૨૦ હે. વિસ્તારમાં MIDH ગાઈડલાઇનમાં નિર્દેશ કરેલ વાવેતર અંતર મુજબ ઘનિષ્ઠ/અતિ ઘનિષ્ઠ પધ્ધતિથી વાવેતર કરવાનુ રહેશે.
કેળ પાકના ટીસ્યુકલ્ચર રોપા ઉપર સહાયની વિગત
કેળ પાકમાં ટીસ્યુ રોપા દીઠ રૂ.૫/- અથવા થયેલ ખર્ચ પૈકી ધ્યાને લઇ મહત્તમ રૂ.૧૫,૦૦૦ પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે • ખાતા દીઠ મહત્તમ ૧ હેકટરની મર્યાદામાં સહાય દર બે વર્ષે એક વાર