નિષ્ણાતોના મતે ગયા શુક્રવારે બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. બજારમાં રોકાણકારોની સારી ખરીદી જોવા મળી રહી છે. વોલ્યુમ પણ સારું છે. આવી સ્થિતિમાં આગામી સપ્તાહે શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ શકે છે. બજારમાં તેજી જોવા મળશે.
નિષ્ણાતો સૂચવે છે કે આગામી સપ્તાહે નિફ્ટી 18,150 થી 18,300 ની વચ્ચે સપોર્ટ લેશે અને ઉપલા સ્તરોમાં 18,300 થી 18,500 તરફ આગળ વધી શકે છે. બેન્ક નિફ્ટી 43,350 થી 43,200ની રેન્જમાં સપોર્ટ લેશે અને ઊંચા સ્તરે તેજીમાં 44,150 પાર કરી શકે છે. જો વૈશ્વિક સંકેતો સારા રહેશે તો આગામી સપ્તાહે નિફ્ટી 19,000 અને બેન્ક નિફ્ટી 44,200ની ઉપરના નવા સ્તરો બનાવી શકે છે.
ઘણા શેરોમાં તેજી જોવા મળી શકે છે
શેરબજારમાં આવતા સપ્તાહે ઘણા શેરોમાં તેજી જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે, રોકાણકારો નફો મેળવવા માટે આ શેરોને તેમના પોર્ટફોલિયોમાં ઉમેરી શકે છે. આ શેરોમાં વરુણ બેવરેજીસ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, પીએફસી અને આરઈસી લિમિટેડના શેરનો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ આ શેર્સને સ્ટ્રોંગ બાય રેટિંગ આપ્યું છે. આ સિવાય દાલમિયા ભારત, UPL, ONGC, AIA એન્જિનિયરિંગ અને કેનેરા બેંકના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી શકે છે.
શેરબજારમાં કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે પણ વાત કરીને શેર બજારમાં આગળ વધી શકો છો.
ગઈકાલે એટલે કે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં નબળા વલણ છતાં સ્થાનિક બજારોમાં બેન્ક અને ઓટો શેરોમાં ખરીદીને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ શુક્રવારે પાંચ મહિનાની ટોચે પહોંચ્યો હતો. બીએસઈનો 30 શેરો ધરાવતો ઈન્ડેક્સ સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 123.38 પોઈન્ટ અથવા 0.20 ટકા વધીને 62,027.90 પોઈન્ટ પર બંધ થયો હતો. 12 ડિસેમ્બર, 2022 પછી સેન્સેક્સનું આ સર્વોચ્ચ સ્તર છે. જો કે, બજારની શરૂઆત નબળી પડી હતી અને એક તબક્કે તે 61,578.15 જેટલો નીચો ગયો હતો. પરંતુ બપોરના કારોબારમાં ફાયનાન્સિયલ અને ઓટો કંપનીઓમાં ખરીદીને કારણે સેન્સેક્સ પાંચ મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. જેથી હવે આગામી સપ્તાહે શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ શકે છે