સુરત કોર્પોરેશનના કોર્પોરેટરે સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાંકડા પોતાના ઘરની છત પર મુકતા આ કારસ્તાનનો ભાંડો ફૂટ્યો છે. આ સાથે છત પર બાંકડા મુકેલો વીડિયો સામે આવતા આ મામલે વિવાદ પણ ઉભો થયો છે.
સુરતમાં કોર્પોરેશનના કોર્પોરેટરનું કારસ્તાન સામે આવ્યું છે. ઘનશ્યાન મકવાણાએ બાંકડા તેમના ઘરની છત પર મુકતા વોર્ડ નંબર 4ના કોર્પોરેટરનું આ કારસ્તાન સામે આવ્યું હતું. ઘરની છત પર બાંકડાનો વીડિયો સામે આવ્યો છે. આપમાંથી ભાજપમાં ઘનશ્યામ મકવાણા જોડાયા છે ત્યારે આ બાંકડાઓ લોકો માટે જાહેર માર્ગ પર મુકવા જોઈએ તેની જગ્યાએ આ બાંકડાઓ ઘરની છત પર જોવા મળ્યા હતા.
આ પ્રકારે વીડિયોમાં બાંકડાઓ ઘરની છત પર જોવા મળ્યા હતા. આ વીડિયો બાદ વિવાદ સર્જાયો છે. જો કે, વીડિયો વાયરલ થયા બાદ કોર્પોરેટરના નિવાસસ્થાનથી છત પરના ત્રણ બાકડા ગાયબ થઈ ગયા હતા.
પહેલા કાઉન્સિલર ઘનશ્યામ મકવાણાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી સરકારી ગ્રાન્ટમાંથી મળેલા પૈસા પોતાના માટે વાપર્યા હતા. હાલમાં કાઉન્સિલરના ઘરની છત પરથી ત્રણેય બાંકડાઓ અત્યારે ગાયબ થઈ ગયા છે. જેથી બની શકે છે કે, વીડિયો સામે આવ્યા બાદ આ બાંકડાઓ ત્યાંથી હટાવવામાં આવ્યા છે.