દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઇચ્છતો હોય છે. આનાં માટે તે ખૂબ મહેનત પણ કરે છે. અમુક વખત તમારા ઘરમાં વાસ્તુદોષ થઈ જતો હોય છે. આનાં કારણે તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આથી તમારે વાસ્તુ નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુમાં દરેક વસ્તુ માટે નાના-મોટા નિયમો બતાવવામાં આવ્યા છે. જો તમે તેનું પાલન નથી કરતાં તો તેનાથી તમારે અનેક બાધાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રમાં સાફ-સફાઈ અને સાવરણીથી જોડાયેલા નિયમો પણ બતાવવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું ધ્યાન રાખો છો તો તેનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. સાથે જ તમારા ઘરમાં લક્ષ્મી નું આગમન થાય છે. આજે આપણે આમાંથી જોડાયેલા વાસ્તુ નિયમો વિશે જાણીશું.
જો તમે પોતાના ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો તમારે સાવરણીને યોગ્ય દિશામાં મૂકવી જોઈએ. સાવરણીને હંમેશા દક્ષિણ દિશામાં મૂકવી જોઈએ. દક્ષિણ દિશા સાવરણી માટે શુભ હોય છે. જો તમે તેને ઈશાન ખૂણામાં મૂકો છો તો તે તમારી માટે નુકસાન કરી શકે છે. આનાંથી ધનની હાની થઈ શકે છે. સાવરણીને હંમેશા સંતાડીને રાખવી જોઈએ. તેને ખુલ્લામાં મૂકવી જોઈએ નહીં. સાવરણીને એવી જગ્યા પર ના મૂકો કે જેનાથી કોઈનો પણ તેના પર પગ લાગે. સાવરણી ઉપર કોઈનો પણ પગ લાગવો જોઈએ નહીં. આનાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. સાથે જ તમારા ઘરમાં ધનહાની થઈ શકે છે. સાવરણીને રસોઈ ઘરમાં મૂકવી જોઈએ નહીં. તેને હંમેશા યોગ્ય દિશામાં સંતાડીને મૂકવી જોઈએ. સાવરણીનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો તમારા ઘરમાં સાફ-સફાઈ રહેશે તો તેનાથી તમારા ઘરમાં બરકત વધશે. આથી તમને પણ સાવરણી સાથે જોડાયેલા નિયમોનું પાલન ચોક્કસથી કરો. દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.
