china secret currency :ચીન પાસે લગભગ 6 ટ્રિલિયન ડોલરની સિક્રેટ કરન્સી છે. અને તેમાંથી ચીને લગભગ 3 લાખ કરોડ રૂપિયાની કરન્સી સિક્રેટ કરન્સી રાખી છે. અમેરિકન અર્થશાસ્ત્રી બ્રાડ સેટરનો દાવો છે કે આ હિડન કરન્સી ગ્લોબલ અર્થતંત્ર માટે નવી સમસ્યા બની શકે છે. અમેરિકાના ભૂતપૂર્વ વેપાર અને ટ્રેઝરી અધિકારી બ્રેડ સેટરે ધ ચાઈના પ્રોજેક્ટ પર એક રિપોર્ટ રજૂ કર્યો છે. તેમણે લખ્યું છે કે, ચીનના ફોરેન રિઝર્વનો મોટો હિસ્સો દુનિયાની નજરથી છુપાયેલો રાખવામાં આવ્યો છે. ચીનની સરકાર તેના પુસ્તકોમાં આ બતાવતી નથી. આવા વિદેશી અનામતને ‘ શેડો રિઝર્વ ‘ કહી શકાય. તેમાં રાજ્ય વાણિજ્ય ધિરાણકર્તાઓ અને પોલિસી બેન્કોની સંપત્તિનો સમાવેશ થાય છે.
સેટસરે પોતાના અહેવાલમાં લખતા જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓફિશિયલ રીતે ફોરેક્સ રિઝર્વનો ગ્રોથ સપાટ રહ્યો છે. પરંતુ ચીનની નિકાસ સરપ્લસ સાથે ‘હિડન’ એસેટ વધી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ભૂતપૂર્વ સલાહકાર બ્રાડ સેટર અનુસાર, ચીન તેના સિક્રેટ કરન્સી ફોરેક્સ રિઝર્વમાંથી બેલ્ટ એન્ડ રોડ માટે ફંડ પૂરું પાડશે.