હિંદુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. જો કે ભારતમાં અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ રક્ષાબંધનનું એક અલગ જ મહત્ત્વ છે. દર વર્ષે આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. બીજી તરફ પ્રેમના રૂપમાં રક્ષાનો દોરો બંધાવીને ભાઈઓ જીવનભર બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે. રક્ષાબંધન એક એવો તહેવાર છે, જે માત્ર એક દિવસ માટે મનાવવામાં આવે છે, પરંતુ તેનાથી બનેલા સંબંધો જીવનભર જળવાઈ રહે છે. જો કે, આ વર્ષે ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક રક્ષાબંધન એક નહીં પરંતુ બે દિવસ માટે ઉજવવામાં આવી રહ્યું છે. જાણો શું છે તેનું કારણ અને કયા દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધશે.
રક્ષાબંધન પર ભદ્રાની છાયા
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ 30 ઓગસ્ટે છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 30 ઓગસ્ટના રોજ ભદ્રાની છાયા પૂર્ણિમાના દિવસે છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે જો શ્રાવણની પૂર્ણિમાની તિથિએ ભદ્રાની છાયા હોય તો ભદ્રકાળ સુધી રાખડી બાંધી શકાતી નથી. તેની પૂર્ણાહુતિ પછી જ રાખડી બાંધવામાં આવે છે, કારણ કે ભદ્રા કાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ મનાવવામાં આવશે.
રક્ષાબંધન ક્યારે છે
પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ 30 ઓગસ્ટે સવારે 10.58 કલાકે શરૂ થઈ રહી છે. જે 31 ઓગસ્ટના રોજ સવારે 07.05 કલાકે સમાપ્ત થશે. 30 ઓગસ્ટે પૂર્ણિમા તિથિના પ્રારંભથી એટલે કે સવારે 10:58 થી અને રાત્રે 09:01 સુધી ભદ્રા શરૂ થઈ રહી છે.
આવી સ્થિતિમાં 30 ઓગસ્ટે ભદ્રાના કારણે દિવસે રાખડી બાંધવાનો કોઈ શુભ સમય નથી. આ દિવસે રાત્રે 9 વાગ્યા પછી રાખડી બાંધવાનો શુભ સમય છે. આ સિવાય 31 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા સવારે 07.05 વાગ્યા સુધી છે અને આ સમયે ભાદ્રા નથી. આવી સ્થિતિમાં 31 ઓગસ્ટે સવારે 7 વાગ્યા સુધી બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે. આ રીતે, આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટના બે દિવસ માટે ઉજવવામાં આવી શકે છે.
2023 રાખડી બાંધવાનો શુભ સમય
30 ઓગસ્ટે રાખડી બાંધવાનું મુહૂર્ત – 09:00 થી 01:00 સુધી
31 ઓગસ્ટે રાખડી બાંધવાનું મુહૂર્ત – સૂર્યોદયથી સવારે 07.05 સુધી
ભદ્રામાં રાખડી કેમ ન બાંધવી
એવું કહેવાય છે કે શૂર્પણખાએ ભદ્રા કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી, જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. એટલા માટે એવું માનવામાં આવે છે કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. એવું પણ કહેવાય છે કે ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે.