અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપની મેચ રમાવા જઈ રહી છે. ત્યારે મેચને હજૂ અંદાજે 2 મહિના જેટલો સમય છે ત્યારે અત્યારથી જ મોટાભાગની હોટલો ફૂલ થઈ ગઈ છે. મોટાભાડાઓ સાથે હોટલો ફૂલ થઈ છે. કેમ કે, એક તરફ મોટી સંખ્યામાં દેશ તેમજ વિદેશમાંથી ક્રિકેટ રસીકો મેચ જોવા આવી રહ્યા છે. ત્યારે અત્યારથી જ તેની તૈયારીઓ તેમને કરી લીધી છે. મીડિયા રીપોર્ટ અનુસાર હોટલો ફૂલ થતા ક્રિકેટ રસીકો વીલા બુક કરાવી રહ્યા છે. જેમાં તગડી રકમ વીલા બુકિંગ માટે આપી રહ્યા છે.
વર્લ્ડ કપની પ્રથમ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવા જઈ રહી છે. આ મેચ બીજે ક્યાંક નહીં પરંતુ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવા જઈ રહી છે. 14 ઓક્ટોબરના રોજ મેચ રમાશે જેને ઘણા દિવસો બાકી હોવ છતાં અત્યારથી જ ક્રિકેટ રસીકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાક લોકોએ લક્ઝ્યુરીયસ હોટલો રુ. 25થી લઈને 50 હજાર સુધીના ભાડામાં બુક કરાવી છે. હવે તમામ હોટલો બુક થતા ખાલી પડેલા વીલા લોકો બુક કરાવી રહ્યા છે.
અમદાવાદમાં શીલજ લઈને સાયન્સ સિટી સહીતના શહેર આસપાસના વિલા કે જ્યાં એક સાથે 10થી 20 લોકો બેથી ત્રણ દિવસ એક સાથે રહી શકે તેવી વ્યવસ્થા હોય તેવા વીલા 50 હજારથી લઈને 1થી 2 લાખમાં બુક કરાવી રહ્યા છે. જેથી હવે આ નવો કન્સેપ્ટ પણ મેચ દરમિયાન સામે આવ્યો છે.
ભારત પાકિસ્તાનની મેચ ઘણા સમય પછી જોવા મળશે એ પણ વર્લ્ડ કપમાં આ મેચ જોવા મળશે ત્યારે તેનો ઉત્સાહ અત્યારથી જ ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે.