નવરાત્રિના વાઇબ્રન્ટ અને આનંદી ઉત્સવોમાં તરબોળ થવા માટે તૈયાર થઈ જાઓ કેમ કે આ વખતે રાસ રમઝટ-૨૦૨૩ ગરબા ઇવેન્ટ જે અન્ય દરેક ગરબા ઇવેન્ટ કરતા અલગ છે એ સૌ ગરબા રસીકો માટે અનેક ગરબાની રમઝટ લઈને આવ્યું છે. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર બાબુલ બાગ પાર્ટી પ્લોટમાં ૧૫ થી ૨૩ ઓક્ટોબર સુધી રાસ રમઝટ-૨૦૨૩ ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પરંપરાગત ગુજરાતી સંગીતની રમઝટ અને ગરબાના ઈલેક્ટ્રીફિંગ ડાન્સ મૂવ્સ ગરબા રસિકોને મંત્રમુગ્ધ કરશે. રાસ રમઝટ ગરબા એક્સ્ટ્રાવેગાન્ઝા પ્રતિભાશાળી કલાકારો અને ખ્યાતનામ હસ્તીઓની સિરીઝમાં ભાગ લેનારાઓ માટે એક યાદગાર નવરાત્રી બની રહેશે તેનું વચન આપે છે.
ગાયક અને સંગીતકાર હર્ષ શાહ, ગાયક હર્ષિત મહેતા, ગાયક અને કલાકાર રુત્વિજ પંડ્યા અને ગાયક અને કલાકાર આશિતા પ્રજાપતિ, અઘોરી મ્યુઝીક ગ્રૂપ સહિતના જાણીતા કલાકારો દ્વારા સ્ટેજ પર પર્ફોમન્સ યોજાશે. તેઓના મંત્રમુગ્ધ ધૂનથી નિશ્ચિત રૂપથી ગરબા રસિકો તેમની ધૂન પર ગરબા રમવા મજબૂર થશે. રાસ રમઝટ ૨૦૨૩ના આયોજક શ્રી કેવલ વિક્રમ બ્રહ્મભટ્ટ અને હિમાલી કેવલ બ્રહ્મભટ્ટ એ કહ્યું કે “નવરાત્રી એ આપણી સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી કરવાનો અને ખુશી ફેલાવવાનો એકસાથે આવવાનો સમય છે. રાસ રમઝટ-૨૦૨૩ થકી અમે એક એવું પ્લેટફોર્મ ત્યાર કર્યુ છે, જ્યાં દરેક વ્યક્તિ દેવી પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરી શકે અને નવરાત્રિની ભાવનાનો આનંદ લઇ શકે. અમે આ ભવ્ય ઉજવણીને રજૂ કરવા માટે રોમાંચિત છીએ અને નવ રાતના આનંદ અને ભક્તિ માટે અમારી સાથે જોડાવા માટે અમે દરેકનું સ્વાગત કરીએ છીએ.”
રાસ રમઝટ ૨૦૨૩માં એક ઇવેન્ટ કરતાં પણ ઘણું વધારે છે. આ એક એવો અનુભવ છે જે સંસ્કૃતિ, સંગીત, નૃત્ય અને નવરાત્રિની ઉજવણીનો આનંદ એક સાથે લાવે છે. આ ઉત્સવમાં લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો પણ સહભાગી થશે. ગરબા રસિકો માટે રાસ રમઝટ-૨૦૨૩માં માઈન્ડ બ્લોઈંગ ગિફ્ટસ્ અને બમ્પર પ્રાઇઝ પણ રાખવામાં આવી છે, જે ઈવેન્ટના ઉત્સાહમાં વધારો કરશે. આ કાર્યક્રમના સ્થળે ગરબા રમનાર રસિકો માટે ગરબાનો આનંદ માણવા માટે પૂરતી જગ્યા છે. આ સ્થળ લગભગ 4000-5000 ગરબા રેવેલર્સને જોડાઈ શકશે. આ સેલિબ્રેશન સમગ્ર ઉજવણી દરમિયાન વીજળીયુક્ત વાતાવરણની ખાતરી આપે છે.
આ કાર્યક્રમના સ્થળ પર 52 x 28 ફીટનું એક સ્ટેજ, ચાર બાજુની ડાન્સિંગ લાઇટ્સ અને અદભુત ડેકોરન્સનની સાથે યુનિક ગેટ જોવા મળશે. અહીં 15 જેટલા ખાણીપીણીના સ્ટોલ પણ છે, જે ગરબા રસિકોને વિવિધ પ્રકારના સ્નેક્સ અને બેવરેજ પ્રદાન કરશે. એક યાદગાર નવરાત્રીના સેલિબ્રેશન માટે સિંધુ ભવન રોડ પર આવેલા બાબુલ બાગ પાર્ટી પ્લોટમાં અમારી સાથે જોડાઓ.