બોલિવુડમાં સ્ટાઇલિસ અને ગુડલુકિંગ હીરોની વાત કરવામાં આવે તો તેમાં હૃતિક રોશનનું નામ ટોપ પર છે. હૃતિક તેના દમદાર અભિનય માટે પણ ખૂબ જ જાણીતો છે. હૃતિક રોશનની આગામી ફિલ્મ ‘ફાઈટર’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન અભિનેતા મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આ મુસાફરીની કેટલીક તસવીરો અભિનેતાએ તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી છે.
હૃતિક રોશની મેટ્રોમાં મુસાફરી
ઘણીવાર એવું જોવા મળે છે કે હૃતિક રોશન તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. હૃતિક ખાસ કરીને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદના કારણે લાઇમલાઇટમાં રહે છે. પરંતુ હાલમાં હૃતિક રોશન મેટ્રોમાં મુસાફરી કરવાને કારણે ચર્ચામાં રહે છે. શુક્રવારે હૃતિકે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. આ તસવીરોમાં અભિનેતા મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળે છે. આ સમય દરમિયાન મેટ્રોમાં હાજર લોકો હૃતિક રોશન સાથે એક પછી એક સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે. આ પોસ્ટના કેપ્શનમાં રિતિક રોશને લખ્યું છે-“આજે કામ કરવા માટે મેટ્રો પકડી. કેટલાક ખૂબ જ સુંદર લોકોને મળ્યો અને તેમની પાસેથી મને જે પ્રેમ મળ્યો તે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આ અનુભવ મારા માટે ખરેખર અદ્ભુત હતો. ગરમી અને ટ્રાફિકને હરાવીને મેં મારી ઊર્જા બચાવી લીધી, જેથી હું જે એક્શન શૂટ માટે જઈ રહ્યો હતો તે કરી શકું.”
‘ફાઇટર’માં જોવા મળશે હૃતિક
આ દિવસોમાં હૃતિક રોશન તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’ની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ હૃતિક ફિલ્મની કો-સ્ટાર દીપિકા પાદુકોણ સાથે વિદેશમાં ‘ફાઇટર’નું શૂટિંગ પૂરું કરીને પરત ફર્યો હતો. ‘ફાઈટર’ની રિલીઝ ડેટ પર નજર કરીએ તો ‘પઠાણ’ ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ‘ફાઈટર’ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.