આ વર્ષે 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે. આ 9 દિવસ દરમિયાન માઈ ભક્તો દ્વારા મા દુર્ગાના 9 સ્વરૂપોની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ કલશ સ્થાપિત કરીને અખંડ જ્યોતિ પણ પ્રગટાવવામાં આવે છે. જણાવી દઈએ કે, અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી શારદીય નવરાત્રીનો તહેવાર ભક્તો દ્વારા ઊજવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની યોગ્ય પૂજા અને હવન કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે અનેક પ્રકારની વસ્તુઓની જરૂર પડતી હોય છે. આવી સ્થિતિમાં નવરાત્રિ શરૂ થાય તે પહેલા હવન-પૂજા માટેની તમામ સામગ્રી એકઠી કરવી યોગ્ય છે.
નવરાત્રી માટે પૂજા અને હવન કરવાની સામગ્રી
નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. આ માટે માટી કે તાંબા-પિત્તળનો કલશ રાખવામાં આવે છે. તેમ જ, પૂજા વિધિ માટે સિંદૂર, રોલી, શંખ, કપૂર, ધૂપ, મૌલી, ચૌકી, લાલ ફૂલ કે માળા, આખી સોપારી, પંચમેવા, નારિયેળ, નૈવેદ્ય, હળદરનો ગઠ્ઠો, આસન, પાત્રા, ગદા, બતાશા, જાયફળ, ખાંડ, કમલગટ્ટા, મધ, ગંગાજળ વગેરે વસ્તુઓની જરૂર પડે છે. આ ઉપરાંત, મા દુર્ગાની પૂજા માના શણગાર વિના અધૂરી મનાય છે. તેથી, માતાની શણગારની સામગ્રી પણ લાવવી ખૂબ જ જરૂરી હોય છે.
નવરાત્રિ દરમિયાન સમગ્ર નવ દિવસ હવન કરવાનું અનેરું મહત્ત્વ હોય છે. આ માટે હવન કુંડ, કેરીનું લાકડું, ઘી, કુમકુમ, કાળા તલ, જવ, લોબાન, અક્ષત, ધૂપ, પંચમેવા, લવિંગની જોડી, કમળ ગટ્ટા, સોપારી, કપૂરની જરૂર પડતી હોય છે. આ સાથે હવનમાં અર્પણ કરવા માટે ભોજનની પણ વ્યવસ્થા કરવાની હોય છે.
(Disclaimer: પ્રિય વાચકો, અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી.)