નોટિસ આપ્યા પછી પણ જો તેઓ હપ્તાની ૨કમ નહીં ભરે તો ફાળવણી રદ કરી તેમના મકાન બીજાને ફાળવી દેવાશે તેવું સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયું છે. ઈડબલ્યુએસના લાભાર્થીઓ દ્વારા ભરવામાં આવતાં હપ્તા બાબતે સ્ટેન્ડિંગમાં ચર્ચા વખતે એ બાબત ધ્યાનમાં આવી હતી કે, 5 હજાર લાભાર્થીઓ એવા છે જેમણે મ્યુનિ.એ ફાળવેલા મકાનોના એક કે બે હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું છે
અમદાવાદ મ્યુનિ.એ બનાવેલા ઈડબલ્યુએસના મકાનોમાં 5 હજાર લાભાર્થીઓએ બે કે ત્રણ હપ્તા ભર્યા પછી એકેય હપ્તો ભર્યો નથી. આવા લાભાર્થીઓ સામે મ્યુનિ.એ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. હપતો નહીં ભરનારા 5 લાભાર્થીને નોટિસ અપાશે. નોટિસ આપ્યા પછી પણ જો તેઓ હપ્તાની ૨કમ નહીં ભરે તો ફાળવણી રદ કરી તેમના મકાન બીજાને ફાળવી દેવાશે તેવું સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયું છે. ઈડબલ્યુએસના લાભાર્થીઓ દ્વારા ભરવામાં આવતાં હપ્તા બાબતે સ્ટેન્ડિંગમાં ચર્ચા વખતે એ બાબત ધ્યાનમાં આવી હતી કે, 5 હજાર લાભાર્થીઓ એવા છે જેમણે મ્યુનિ.એ ફાળવેલા મકાનોના એક કે બે હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું છે. જો આ લાભાર્થીઓને ઈડબલ્યુએસના મકાનોની આવશ્યકતા ન હોય તો આવા મકાનો અન્ય લાભાર્થીને મળી શકે તે માટે ફાળવણી રદ કરી નવેસરથી ફાળવણી કરી શકાય તે બાબતે ચર્ચા થઇ હતી. જે બાદ આગામી દિવસોમાં 5 હજારથી વધારે લાભાર્થીઓને મ્યુનિ. નોટિસ પાઠવશે અને તેમની ફાળવણી રદ કેમ ન કરવી તેનો ખુલાશે પૂછાશે. તે ઉપરાંત તેમના દ્વારા ભરવામાં આવેલી રકમ પણ તેમને પરત કરી દેવામાં આવશે. જ્યારે બાદમાં આ મકાનો અન્યને ફાળવવામાં આવશે