અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનના એરપોર્ટ પર અન્ય દેશોમાંથી આવતા મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કોરોનાના કોઈપણ પ્રકારનો સામનો કરવા માટે યોગ્ય મેનેજમેન્ટ ટીમ દેશમાં સક્રિય છે.
અહેવાલો અનુસાર, ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હટાવ્યા બાદ ઝડપથી વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ પગલું ભર્યું છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટ સંક્રમણના ફેલાવાને રોકવા માટે ઘણા મોટા પગલા પણ લેવામાં આવ્યા છે.
એરપોર્ટ પર મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ
અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનના એરપોર્ટ પર અન્ય દેશોમાંથી આવતા મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કોરોનાના કોઈપણ પ્રકારનો સામનો કરવા માટે યોગ્ય મેનેજમેન્ટ ટીમ દેશમાં સક્રિય છે.
આરોગ્ય તંત્ર એલર્ટ
તેમણે કહ્યું કે આરોગ્ય તંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એટલું જ નહીં દેશભરની હોસ્પિટલોના ICU ને એક્ટિવ મોડમાં રાખવામાં આવ્યા છે. પોઝિટિવ કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે કે 90% વસ્તીએ કોરોનાની રસી લીધી છે અને તે સુરક્ષિત છે. એટલું જ નહીં, હોસ્પિટલોમાં વેન્ટિલેટર, ઓક્સિજન સપ્લાય અને દવાઓની સપ્લાય માટે સૂચનાઓ આપવામાં આવી છે. પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3488 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન કોઈનું મોત થયું નથી.
ચીનમાં 20 દિવસમાં 25 કરોડ કેસ
ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં છેલ્લા 20 દિવસમાં 25 કરોડ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. સરકારી દસ્તાવેજો લીક થયા બાદ આ વાતનો ખુલાસો થયો છે. મહિનાના પહેલા સપ્તાહમાં ‘ઝીરો-કોવિડ પોલિસી’માં ઢીલ આપ્યા બાદ સ્થિતિ ચિંતાજનક બની હતી અને માત્ર 20 દિવસમાં, સમગ્ર ચીનમાં લગભગ 25 કરોડ લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે.
બીજિંગ બાદ શાંઘાઈ-ચેંગડુમાં સ્થિતિ બગડી
ચીનના બીજિંગબાદ હવે શાંઘાઈ અને ચેંગડુમાં પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે. શાંઘાઈની હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા દેખાય છે. બીજી તરફ અનસન શહેરમાં ફ્યુનરલ હોમ્સ ફુલ થઈ ગયા છે. અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ જોવાઈ રહી છે. કોરોનાના સતત મોતને કારણે મૃતદેહોને ફ્યુનરલ હોમના પાર્કિંગમાં રાખવામાં આવી રહ્યા છે. ચીનના ચેંગડુની હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ છે. હોસ્પિટલમાં કોરોનાની દવાઓનો સ્ટોક નથી. દર્દીઓને માત્ર સામાન્ય લક્ષણોની દવાઓ આપવામાં આવી રહી છે.