2017માં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 5 ટકાથી ઓછા તફાવત સાથે 20 બેઠકો હતી
મતદાન જાગૃતિને લઈને ચૂંટણીપંચ દ્વારા વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે મતદાનને લઈને અવેરનેસ પણ વધી છે. આ ઉપરાંત જેઓ 80 વર્ષથી વધુની ઉંમરના છે તેમજ દિવ્યાંગો છે તેમના માટે મતદાનને લઈને ઘરે બેઠા વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે. જેઓ બેલેટ પેપરથી પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પરથી મતદાન કરી ચૂક્યા છે. ત્યારે અત્યારે મતદાન બૂથો પર જઈને મતદાન આજે લોકો સવરે 8 કલાકથી કરી રહ્યા છે. ત્યારે આ વખતે પણ ગત બે ચૂંટણી કરતા વધુ મતદાનની આશા છે.
આટલું થયું હતું મતદાન
પ્રથમ તબક્કામાં 2012માં 72.37 ટકા અને 2017માં 68.33 ટકા મતદાન થયું હતું. 2017માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને 46.13 ટકા અને કોંગ્રેસને 42.90 ટકા વોટ મળ્યા હતા. 2017માં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 5 ટકાથી ઓછા તફાવત સાથે 20 બેઠકો હતી. 11 બેઠકો 2 ટકાથી ઓછા માર્જિન સાથે હતી જ્યારે 9 બેઠકો 2 થી 5 ટકાના માર્જિન સાથે હતી.
જીતના માર્જિન સાથે 5 ટકાથી ઓછી બેઠકો
2017માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 ટકાથી ઓછા તફાવત સાથે 20 બેઠકો હતી. જેમાંથી કોંગ્રેસને 12 અને ભાજપને 8 બેઠકો મળી હતી. 11 બેઠકોમાંછી 2 ટકા ઓછા માર્જિન સાથે હતી જ્યારે 9 બેઠકો 2થી 5 ટકાના માર્જિન સાથે બેઠકો હતી. 2012માં, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 5 ટકાથી ઓછા માર્જિન સાથે 17 બેઠકો હતી. કોંગ્રેસને 10 અને ભાજપને 7 બેઠકો મળી હતી. 8 બેઠકો 2 ટકાથી ઓછા માર્જિન સાથે હતી, જ્યારે 10 બેઠકો 2 થી 5 ટકાના માર્જિન સાથે હતી.