જો તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ટ્રાન્સપરન્સી લાવવાના હેતુથી તમામ સ્ટોક બ્રોકર્સ એન્ડ ડિપોઝિટરીઝ માટે વેબસાઈટનું સંચાલન જરૂરી બનાવ્યું છે.
પર્સનલ વેબસાઈટનું સંચાલન જરૂરી
સેબીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીમાં પ્રગતિ અને રોકાણકારોને વધુ સારી સેવા પૂરી પાડવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, તમામ સ્ટોક બ્રોકર્સ એન્ડ ડિપોઝિટરીઝ માટે તેમની સંબંધિત વેબસાઈટનું સંચાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેનુ રજિસ્ટ્રેશન, ઓફિસનું સરનામું અને બ્રાન્ચ ઉપરાંત, તમામ મુખ્ય અધિકારીઓના નામ અને સંપર્ક નંબરની વિગતો આવી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત સંભવિત ગ્રાહક માટે એકાઉન્ટ ખોલાવવા અંગેની માહિતી પણ વેબસાઇટ પર આપવાની રહેશે. સ્પેસિફાઈડ ઈ-મેલ પર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા અને ફરિયાદની વર્તમાન સ્થિતિ વિશેની માહિતી પણ વેબસાઈટ પર આપવાની રહેશે. સેબીના જણાવ્યા મુજબ, નવી સિસ્ટમ 16 ઓગસ્ટથી લાગુ થશે.
શેર બજારના ગ્રાહકો માટે સેબી લેશે મહત્ત્વપૂર્ણ પગલું
શેર બજારના રોકાણકારો માટે એક સારા સમાચાર છે. બજાર નિયામક સેબીએ બ્રોકરોના રોકાણકારોના રૂપિયાના દુરુપયોગની આશંકાને ખતમ કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલું લીધું છે. તેના હેઠળ કારોબારી સભ્યો અને ‘ક્લિયરિંગ કોર્પોરેશન’ સભ્યોને દિવસના અંતમાં રોકાણકારના રૂપિયા રાખવા પર રોક લગાવવા અને તેને સંપૂર્ણ રકમ એ જ દિવસે ક્લિયરિંગ કોર્પોરેશનને ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
અત્યારે શું છે નિયમ?
વર્તમાન વ્યવસ્થામાં જ્યારે રોકાણકાર બ્રોકર પાસે રૂપિયા રાખે છે, તો તેનો એક ભાગ બ્રોકર પોતાની પાસે રાખે છે અને એક ભાગ ક્લિયરિંગ કોર્પોરેશનના સભ્યો પાસે હોય છે. બાકીની રકમ ક્લિયરિંગ કોર્પોરેશન પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.