નેધરલેન્ડના બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગન ખેડા જિલ્લાની મુલાકાતે, ઇન્ડો- ડચ પ્રોજેક્ટ હેઠળ ભારતના ખેડૂતો બટાટાના ઉત્પાદનથી મેળવશે વધુ આવક
નેધરલેન્ડના બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગન ખેડા જિલ્લાની મુલાકાતે, ઇન્ડો- ડચ પ્રોજેક્ટ હેઠળ ભારતના ખેડૂતો બટાટાના ઉત્પાદનથી મેળવશે વધુ આવક ભારત સરકાર દ્વારા નેધરલેન્ડ સરકાર સાથે બાગાયત સંલગ્ન વિવિધ આધુનિક ટેકનોલોજી ગુજરાત રાજ્યના ખેડૂતો અપનાવે તથા સારી ગુણવત્તાના બટાટાનું ઉત્પાદન કરી વધુમા વધુ આવક મેળવે તે હેતુસર ઇન્ડો- ડચ પ્રોજેક્ટ હેઠળ કરાર કરવામાં આવ્યો છે. ખેડૂતો, બટાટા કોલ્ડ સ્ટોરેજ માલિકો તથા વેપારીઓ સાથે બેઠકનું આયોજન આ કરારના ભાગરૂપે નેધરલેન્ડ સરકાર દ્વારા બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગને 14 માર્ચના રોજ ખેડા જિલ્લાની મુલાકાત નાયબ બાગાયત નિયામકની કચેરી, ખેડા દ્વારા કરાવવામાં આવી હતી. જેમાં કપડવંજ તાલુકાના બટાટાના પ્રગતિશીલ ખેડૂતો, બટાટા કોલ્ડ સ્ટોરેજ માલિકો તથા વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ખેડૂતોના ખેતર અને કોલ્ડ સ્ટોરેજની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ચાલુ વર્ષે ખેડા જિલ્લામાં કપડવંજ ખાતે વધુ બટાટાનું ઉત્પાદન નોંધાયું છે. જિલ્લાના ખેડૂતો સાથે ઉંડાણ પૂર્વક ચર્ચા કરી આ મુલાકાતમાં કપડવંજ એ.પી.એમ.સી. ચેરમેન નિલેષ પટેલ, વિભાગના સંયુક્ત બાગાયત નિયામક જે.એમ.તુવાર, આણંદ કૃષિ યુનિવર્સિટીના સહ-પ્રાધ્યાપક ડૉ.બી.એન.સાટોડીયા, તથા નાયબ બાગાયત નિયામક હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી- ગાંધીનગર પ્રશાંતભાઈ કેવડીયા તથા મદદનીશ બાગાયત નિયામક જે.આર.પટેલે હાજર રહી ખેડુતોને બટાટાની ખેતી માટે ઉત્તમ ગુણવત્તાના બિયારણ, બટાટાની આધુનિક ખેતી અપનાવી નિકાસલક્ષી ઉત્પાદન, રોગ-જીવાત નિયંત્રણ, સ્ટોરેજ વ્યવસ્થાપન અને બજાર વ્યવસ્થાપન ઉપર જિલ્લાના ખેડૂતો સાથે ઉંડાણ પૂર્વક ચર્ચા કરી હતી. આ ઉપરાંત ભવિષ્યમાં પ્રશ્નોના ઇન્ડો-ડચ પ્રોજેક્ટ હેઠળ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નિરાકરણ લાવવામાં આવે તે માટે આયોજન કરવામાં આવશે તેમ હાર્મ ગ્રોએનવેગને ખેડૂતોને બાહેધરી આપી હતી.