અરવલ્લી જિલ્લામાં 60 વર્ષથી ઉપરની મહિલાઓ માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન એથ્લેટિક સહિતની સ્પર્ધાઓ યોજાઈ
ગુજરાત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે મહિલા માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધેકારી ની કચેરી દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી
અરવલ્લી જિલ્લામાં 60 વર્ષથી ઉપરની મહિલાઓ માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન એથ્લેટિક સહિતની સ્પર્ધાઓ યોજાઈ
અરવલ્લી જિલ્લાની સિનિયર સિટિઝન 60 વર્ષથી ઉપરની મહિલાઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન મોડાસા ની સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરાવામાં આવ્યું હતું ઉપરોક્ત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર મહિલા ને હવે ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે.
રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ,G-૨૦ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અરવલ્લી દ્વારા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન 60 બહેનોની વર્ષથી ઉપર 1 એથ્લેટીક્સ 2 યોગાસન 3 ચેસ 4 રસ્સાખેંચ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં 70 જેટલાં l ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે આ સ્પર્ધામાં વિજય થનાર ને 1 થી 3 નંબર પણ આપ્યા છે જે વિજેતા ઓ ને મેડલ, પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવ્યું, છેલ્લા બધા ખેલાડીઓ ને ભોજન આપવામાં પણ આવ્યું હતું.