રાજકોટમાં નાની ઉંમરમાં યુવાઓને હાર્ટ અટેક આવવાથી યુવાનોનું અકાળે મોત નીપજી રહ્યું છે જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અગાઉ પણ રાજકોટમાં કેટલાક યુવાઓનું નાની ઉંમરમાં જ અચાનક હાર્ટ અટેક આવવાથી મોત નીપજ્યું છે ત્યારે રાજકોટમાં ફરી વખત એક જ દિવસમાં ત્રણ યુવાઓનું હૃદય રોગના હુમલાને કારણે મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ યુવાઓનું હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુ નીપજ્યું છે જેમાં પહેલા બનાવમાં 38 વર્ષના યુવાનને અચાનક છાતીમાં દુખતા સારવાર અર્થ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમનું હોસ્પિટલ પહોંચતા જ મૃત્યુ નીપજ્યું. બીજા બનાવમાં 25 વર્ષે યુવાન ઘરે હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે હોસ્પિટલ પર હાજર તબીબે તેને મૃત ઘોષિત કર્યા હતા ત્રીજા બનાવમાં 35 વર્ષે યુવાનને છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા રાજેન્દ્રસિંહ નામના યુવાન ને છાતીમાં દુઃખતા પરિવાર સાથે હોસ્પિટલે ગયા હતા હોસ્પિટલમાં પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું યુવાનનું મોત થતા બે પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી અને પરિવારમાં શોકનો માહોલ છવાયો જ્યારે બીજી ઘટનામાં તિરુપતિ સોસાયટીમાં રહેતા કિશનભાઇ નામના 25 વર્ષે યુવાનને આજ સવારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા જ ત્યાં હાજર રહેલ તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા યુવાનનું નાની ઉંમરમાં મોત થતા પરિવારમાં ઘેરો શોક છવાયો હતો. જ્યારે ત્રીજા બનાવમાં કાલાવડ રોડ પર રહેતા 35 વર્ષે નાથાભાઈ નામના યુવાનને છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત ઘોષિત કર્યા હતા અચાનક મોત થતા યુવકના પરિવારમાં ઘેરો શોક છવાયો છે.