ડિજિટલ બેન્કિંગના યુગમાં મોટા ભાગનું કામ ઓનલાઈન થાય છે. જો કે, અનેક પ્રકારની જરૂરિયાતો માટે રોકડની જરૂર પડે છે. આવી સ્થિતિમાં એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પડે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે એક દિવસમાં ATM મશીનમાંથી કેટલા રૂપિયા ઉપાડી શકો છો? આ અંગે વિવિધ બેંકો/કાર્ડના અલગ-અલગ નિયમો છે. અહીં અમે તમને દેશની કેટલીક ટોચની બેંકોના દૈનિક રોકડ ઉપાડના નિયમો જણાવી રહ્યા છીએ.
કેશ વિડ્રોલ અને પર્ચેઝ ટ્રાન્જેક્શન માટે તમારા રૂપે કાર્ડ (RuPay Card) ની મર્યાદા બેંક પર આધારિત હોય છે. આ ઉપરાંત, બેંકો એટીએમ અને પીઓએસ મશીન ટ્રાન્જેક્શન માટે ડેલી લિમિટ પણ નક્કી કરે છે. આ કાર્ડના પ્રકારના આધારે બદલાઈ શકે છે. RuPay ડેબિટ કાર્ડ માટેની વાર્ષિક સબ્સ્ક્રિપ્શન ફી બેંકો પર આધારિત હોય છે.
RuPay Debit Card નિમ્નલિખિત વેરિઅન્ટમાં ઉપલબ્ધ હોય છે
- સરકારી યોજનાઓ
- ક્લાસિક
- પ્લેટિનમ
- સિલેક્ટ
ચાલો જાણીએ બેંકોની વેબસાઈટ મુજબ, કાર્ડની ડેલી કેશ અને ટ્રાન્જેક્શન પર એક નજર કરીએ
SBI Rupay Card Limit
ડોમેસ્ટિક એટીએમ પર એસબીઆઈની ન્યૂનતમ ટ્રાન્ઝેક્શન લિમિટ 100 રૂપિયા અને મહત્તમ ટ્રાન્ઝેક્શન લિમિટ 40 હજાર રૂપિયા હોય છે. દૈનિક ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા 75 હજાર રૂપિયા છે.
HDFC Bank Rupay Premium Limit
ડોમેસ્ટીક એટીએમ ઉપાડની દૈનિક મર્યાદા 25,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. દૈનિક ડોમેસ્ટિક શોપિંગની મર્યાદા 2.75 લાખ રૂપિયા છે. એચડીએફસી બેંકના ડેબિટ કાર્ડ પર દરરોજની મહત્તમ ઉપલી મર્યાદા 2000 રૂપિયા સાથે મર્ચન્ટ એસ્ટાબ્લિશમેન્ટ્સ (POS) પર કેશ વિડ્રોલની સુવિધા મેળવી શકાય છે. POS દ્વારા દર મહિને વધુમાં વધુ 10,000 રૂપિયા રોકડ ઉપાડી શકાય છે.
PNB Select Rupay Card Limit
PNB Rupay NCMC પ્લેટિનમ ડેબિટ કાર્ડ પર દરરોજની ATM મર્યાદા 1 લાખ રૂપિયા છે અને POS/Ecom કમ્બાઇન્ડ લિમિટ 3 લાખ રૂપિયા પ્રતિ દિવસ છે.
PNB એ લમહત્તમ રોકડ ઉપાડ મર્યાદા નક્કી કરી છે. બેંકે પીએનબી એટીએમ (PNB ATM) પર 15 હજાર રૂપિયા અને અન્ય બેંકના ATM પર 10,000 રૂપિયા નક્કી કર્યા છે.
Yes Bank Rupay Platinum card
યસ બેંકની ડેલી કેશ વિડ્રોલ લિમિટ 25 હજાર રૂપિયા અને POS પર દૈનિક ખરીદીની મર્યાદા 25 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. સેલેરીડ ગ્રાહકો માટે ATM અને POS પર ટ્રાન્ઝેક્શનની લિમિટ 75 હજાર રૂપિયા છે.