ગોંડલ ખાતે મહાસંમેલન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સંબોધન કરતા જણાવ્યું કે, વર્ષ 2022ની વિધાનસભાની ચુંટણીમા ઐતિહાસીક બેઠક જીતાડવા બદલ આપ સૌને વંદન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે 9 વર્ષના કાર્યકાળમાં દેશમાં સુશાસન આપ્યું છે. સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો પ્રયાસ સુત્ર થકી કામ કર્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે કાર્યોથી ન માત્ર દેશમાં પણ વિદેશમાં પણ ડંકો વગાડયો છે. આપણા વડાપ્રધાનને વિકાસ પુરુષ તરીકેનું બિરુદ મળ્યું છે. દેશના નાગરિકોને આપેલા વચનો પુર્ણ કરનાર પહેલા વડાપ્રધાન જો કોઇ હોય તો તે આપણા નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે. દેશને અંદર અને બહારથી સુરક્ષીત કર્યો છે.
2014 પહેલા સમાચાર બનતા કે આંતકવાદીઓએ નિર્દોષ લોકોને મારી નાખ્યા પરંતુ આજે સમાચાર બદલાઇ ગયા છે કે દેશના વિર સૈનિકોએ આંતકીઓનો બોર્ડર પર ખાતમો કરી નાખ્યો. આજે આપણા સૈનિકો દુશ્મન દેશમાં ઘુસી મારવાની ક્ષમતા રાખે છે. ચાઇનાના સૈનિકો આપણી હદમા ઘૂસી જતા પરંતુ મોદી સરકારે સુરક્ષા એવી કરાવી કે ચિની સૈનિકો એક ઇંચ પણ અંદર નથી આવી શકતા. વડપ્રધાનએ કલમ 370 દુર કરી,રામ મંદિરનું નિર્માણ કરવું,સ્વચ્છતા અભિયાન અને દેશને આત્મનિર્ભર કર્યો છે. કોંગ્રેસ સરદાર વલ્લભભાઇ પટેલને ભુલાવવાનો પ્રયાસ કરતી હતી પરંતુ વડાપ્રધાન મોદીએ ખૂબ મોટી પ્રતિમાં બનાવી દીધી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો. વડાપ્રધાનએ યુવાનો, મહિલાઓ, ખેડૂતો એમ દરેક વર્ગના લોકો માટે યોજના બનાવી છે. આવનાર 25 વર્ષમાં આપણો દેશ સૌથી શક્તિશાળી દેશ તરીકે બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરજો.