ભરૂચ2 કલાક પહેલા
કૉપી લિંકદારૂ, કાર, ફોન અને એક્ટિવા મળી કુલ રૂ. 4.64 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તએલસીબીએ બાતમીના આધારે દરોડા પાડ્યા, દારૂની 346 બોટલ મળી આવી
અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલ મહાવીર કોમ્પ્લેક્ષ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાંથી એલસીબી પોલીસે રૂ. 1.64 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલા મહાવીર કોમ્પ્લેક્ષ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાં કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચવામાં આવે છે એવી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે પાર્સલોમાં તપાસ કરતા વિદેશી દારૂની 346 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 1.64 લાખનો દારૂ, કાર, ફોન અને એક્ટિવા મળી કુલ રૂ. 4.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ વાલિયા ચોકડી પાસે આવેલી જૂની કોલોનીમાં રહેતો કુરિયર સંચાલક પારસગિરી લહેરગીરી ગોસ્વામી, મહેન્દ્રપુરી રૂપપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…