કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની હંમેશા માગ રહે છે. ઋતુ કે પરિસ્થિતિ ગમે તે આવે, તેની માગ બનેલી રહે છે. હંમેશા માગમાં રહેતી વસ્તુઓમાં મસાલાનો પણ સમાવેશ થાય છે. મરચાંની ભૂકી, ધાણા, હળદર, કાળા મરી અને ગરમ મસાલા વિના ભોજનની કલ્પના કરી શકાતી નથી. દેશમાં બારે માસ રહેતી આ માંગે મસાલાના બિઝનેસને આકર્ષક વ્યવસાય બનાવ્યો છે. જો તમારો ઈરાદો પણ કોઈ બિઝનેસ કરવાનો છે, તો તમે મસાલા બનાવવાનું યુનિટ શરૂ કરી શકો છો. લોકોમાં વધતી જાગૃતિને કારણે સ્થાનિક રીતે બનાવેલા મસાલાની માગમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણોસર, તમે નાના પાયે આ કાર્ય શરૂ કરીને મોટો નફો કમાઈ શકો છો.
આ બિઝનેસની ખાસ વાત એ છે કે, તેને શરૂ કરવા માટે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં. જો તમે આ કામ તમારા ઘરેથી શરૂ કરશો તો આમાં તમારી વધુ બચત થશે. જો તમને સ્વાદ અને ફ્લેવરની સમજ હોય અને બજારનું થોડું જ્ઞાન હોય, તો આ બિઝનેસ ફક્ત તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. જો તમે ઉચ્ચ ગુણવત્તાવાળા મસાલા બનાવો છો અને યોગ્ય માર્કેટિંગ વ્યૂહરચના અપનાવો છો, તો તમે થોડા વર્ષોમાં સફળ થઈ શકો છો.
3.50 લાખમાં કામ શરૂ
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ મસાલા એકમ સ્થાપવાની કિંમત અને કમાણી અંગેનો અહેવાલ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, મસાલા બનાવવાનું એક યુનિટ સ્થાપિત કરવા માટે 3.50 લાખ રૂપિયાનો ખર્ચ થશે. 300 ચોરસ ફૂટનો બિલ્ડિંગ શેડ બનાવવા માટે 60,000 રૂપિયાનો ખર્ચ થશે. મશીનોની કિંમત 40,000 રૂપિયા હશે. આ સિવાય કામની શરૂઆત વખતે થનારા ખર્ચ માટે 2.50 લાખ રૂપિયાની જરૂર પડશે. શરૂઆતમાં મસાલાને પીસવા અને પેકિંગ કરવા માટે મોટા મશીનોની જરૂર નથી. નાના મશીનો કામ કરી શકે છે. જેમ જેમ કામ વધે તેમ, તમે મોટા મશીનો ઇન્સ્ટોલ કરીને તમારા યુનિટની ક્ષમતા વધારી શકો છો.
ક્યાથી કાચો માલ અને મશીનો ખરીદવી
મસાલા બનાવવાના એકમોમાં વપરાતા મશીનો લગભગ દરેક મોટા શહેરમાં ઉપલબ્ધ છે. મરચું, હળદર, ધાણા વગેરે જેવા મસાલાને પીસવા માટે ગ્રાઇન્ડરની જરૂર પડે છે. તે બહુ મોટા નથી અને તેની કિંમત પણ ઓછી છે. તમે તેમને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. હળદર, કાળા મરી, સૂકા મરચા, જીરું, ધાણા વગેરે કાચા માલ તરીકે વપરાય છે. આને પીસ્યા પછી જ પેકિંગ કર્યા પછી વેચવામાં આવે છે. આ લગભગ દરેક શહેરમાં સરળતાથી મળી જાય છે. અથવા તમે તેને એવી જગ્યાએથી જથ્થાબંધ ખરીદી શકો છો જ્યાં તેઓ મોટી માત્રામાં વેચાય છે.
કેટલી થશે કમાણી
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ એક વર્ષમાં 193 ક્વિન્ટલ મસાલાનું ઉત્પાદન કરી શકાય છે. જો તેને 5,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચવામાં આવે તો એક વર્ષમાં 10.42 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે. આમાં તમામ ખર્ચ બાદ કર્યા બાદ વાર્ષિક 2.54 લાખ રૂપિયાનો નફો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ભાડાને બદલે પોતાના ઘરમાં આ બિઝનેસ શરૂ કરે છે તો નફો વધુ વધશે. ઘરમાં બિઝનેસ શરૂ કરવાથી કુલ પ્રોજેક્ટ ખર્ચ ઘટશે અને નફો વધશે.