ત્રણ મહિનામાં નાણાં ડબલ કરવાની લાલચ આપી 1500 સભાસદો પાસેથી કરોડોની ઠગાઈ આચરી હતી
એક કા ડબલની લાલચમાં ઘણા લોકો આવી જતા હોય છે ત્યારે આ પ્રકારે આ પ્રકારની લાલચમાં લોકો રુપિયા લઈ ભાગી જતા હોય છે. કલરવ પટેલ પણ આ જ પ્રકારે લોકોનું ફૂલેકું ફેરવીને ભાગી ગયો હતો. ત્યારે આખરે 15 વર્ષ બાદ તેની ધરપક કરવામાં આવી છે. આ પ્રકારની ઠગાઈના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે, આ પહેલા પણ એક કા ડબલમાં લોકોએ તેમની મોટી રકમ ગુમાવી છે.
આ રીતે ઝડપાયો
કલરવ પટેલ મામલે રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હતી. જેના આધારે મુંબઈ એરપોર્ટથી તેની ધરપક કરવામાં આવી હતી. 1500થી વધુ સભાસદોને છેતરી કલરવ પટેલ તાન્ઝાનિયા ભાગી ગયો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ સાથે રેડ કોર્નર નોટિસના આધારે કાલરાવ પટેલની ઝડપી ધરપકડ કરી હતી.
શું હતો મામલો
ત્રણ મહિનામાં નાણાં ડબલ કરવાની લાલચ આપી 1500 સભાસદો પાસેથી ઠગાઈ આચરી હતી. છેતરપિંડી કરનાર કલારાવ પટેલે ત્રણ મહિનામાં રકમ બમણી કરવાના બહાને રૂ.10 કરોડની છેતરપિંડી કરી હતી.
15 વર્ષે કરાઈ ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 15 વર્ષે મુંબઈમાંથી ઝડપ્યો હતો. આ દરમિયાન પોતે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના ઈમિગ્રેશન અધિકારીઓના સતત સંપર્કમાં હતી. દરમિયાન, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો હતો. ઈમિગ્રેશન અધિકારીઓની મદદથી મુંબઈ એરપોર્ટ પર જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ રીતે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આશરે 15 વર્ષથી નાસતા ફરતા આરોપી કલરવ પટેલની ધરપકડ કરી હતી. બાદમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને વડોદરા લાવી કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. ત્યારે પોલીસે હવે આરોપી કલરાવ પટેલની વધુ પૂછપરછ હાથ ધરી છે.