મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 70 દિવસમાં 22.77 લાખ પેસેન્જરોએ મુસાફરી કરી છે જેની સામે એપીએમસીથી મોટેરા રૂટ પર નોર્થ-સાઉથ કોરિડોરમાં 8.42 લાખ પેસેન્જરે મુસાફરી કરી છે. આમ નોર્થ-સાઉથ કોરિડોરની સરખામણીમાં ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધુ છે.
મેટ્રો ટ્રેન શરૂ થયા બાદ 11 ડિસેમ્બર સુધી એટલે કે 70 દિવસમાં 31.20 લાખ પેસેન્જરે તેનો લાભ લીધો છે, જેમાં સૌથી વધુ વસ્ત્રાલ ગામથી થલતેજના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનો લાભ લોકો વધુ લઈ રહ્યા છે. મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 70 દિવસમાં 22.77 લાખ પેસેન્જરોએ મુસાફરી કરી છે જેની સામે એપીએમસીથી મોટેરા રૂટ પર નોર્થ-સાઉથ કોરિડોરમાં 8.42 લાખ પેસેન્જરે મુસાફરી કરી છે. આમ નોર્થ-સાઉથ કોરિડોરની સરખામણીમાં ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધુ છે.
મેટ્રોમાં 70 દિવસમાં 31.20 લાખ પેસેન્જરોએ મુસાફરી કરતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને 5.02 કરોડની આવક થઈ છે. ઓક્ટોબરમાં 15.44 લાખ, નવેમ્બરમાં 11.94 લાખ અને 11 ડિસેમ્બર સુધી 3.82 લાખ પેસેન્જરે મુસાફરી કરી છે. ઓક્ટોબરમાં રોજના સરેરાશ 53249 પેસેન્જર નોંધાયા હતા. નવેમ્બરમાં રોજના સરેરાશ 39804 પેસેન્જર અને 11 ડિસેમ્બર સુધી રોજના સરેરાશ 34730 પેસેન્જર નોંધાયા છે. દરરોજ મુસાફરી કરતા નોકરિયાતો માટે ટ્રાવેલ કાર્ડ શરૂ કરાયું છે. ઓક્ટોબરમાં 11675, નવેમ્બરમાં 17255 જ્યારે ડિસેમ્બરમાં 18699 લોકોએ ટ્રાવેલ કાર્ડ ખરીદ્યું છે. ઓક્ટોબરમાં દરરોજ 403 કાર્ડ, નવેમ્બરમાં 575 કાર્ડની સામે ડિસેમ્બરમાં રોજ સૌથી વધુ સરેરાશ 1700 લોકોએ કાર્ડની ખરીદી કરી છે.