આ યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને રૂ. ૨૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જનજાતિના ખેડૂતને રૂ.૩૦૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૨) દાંડી ફૂલો (કટ ફલાવર્સ) ખેતીમાં સહાય ઘટક મુજબ સામાન્ય જાતિના ખેડૂતને રૂ.૫૫૦૦૦/હેકટર અને અનુજાતિ અને અનુ જનજાતિના ખેડૂતને રૂ.૬૫૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૩) કંદફૂલો (બલ્બ ફલાવર્સ) ખેતીમાં સહાય યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને રૂ.૮૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જન જાતિના ખેડૂતને રૂ.૯૭૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલી અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦ ટેલીફોન નંબર ૦૨૬૩૨ ૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી,વલસાડની અખબાર યાદીમાં જણાવ્યું છે.

અગાઉની પોસ્ટ