July 23, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

ધર્મ
  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • એવો મુસ્લિમ દેશ, જ્યાં ધર્મના અંત માટે કરાયો હતો વિનાશ, બન્યો વિશ્વનો પ્રથમ નાસ્તિક દેશ
બ્રેકિંગ ન્યુઝવિદેશ

એવો મુસ્લિમ દેશ, જ્યાં ધર્મના અંત માટે કરાયો હતો વિનાશ, બન્યો વિશ્વનો પ્રથમ નાસ્તિક દેશ

by gujarat paheredarDecember 29, 20220
શેર 1

સામ્યવાદી ફિલસૂફ કાર્લ માર્ક્સની વાત સાથે સંમત હતા કે ધર્મ અફીણ છે, જેને લેવાથી લોકો અને દેશો બધું ખતમ થઈ જાય છે. લેબર પાર્ટીએ આ વાતને પોતાનું સૂત્ર બનાવી લીધું, અને વર્ષ 1976 માં પોતાને વિશ્વનો પ્રથમ નાસ્તિક દેશ જાહેર કરી દીધો.

બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ, યુરોપના એક દેશ અલ્બાનિયામાં ઘણું બધું બદલાવા લાગ્યું. જ્યારે અન્ય દેશો યુદ્ધ પછી તેમની આર્થિક સ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તો બીજી તરફ અલ્બાનિયામાં ધર્મને ખતમ કરવાનું અભિયાન શરૂ થયું. તમામ પ્રકારના ધાર્મિક સ્થળોનો નાશ કરવામાં આવ્યો. જે રહી ગયા, તેમાં યુદ્ધનો સામાન રાખી દેવામાં આવ્યો. વર્ષ 1976માં આ દેશને વિશ્વનો પ્રથમ નાસ્તિક દેશ કહેવામાં આવ્યો. ખાસ વાત એ છે કે ત્યારે અહીં મુસ્લિમોની વસ્તી વધુ હતી.

આ રીતે થઈ હતી શરૂઆત 

Advertisement

અલ્બાનિયામાં યુદ્ધ પછીનો ઇતિહાસ ઉથલ-પાથલ ભરેલો રહ્યો. ત્યારે અહીં સામ્યવાદી સરમુખત્યાર એનવર હોક્સા સત્તામાં હતા. તેઓ માનતા હતા કે ધર્મના કારણે જ દુનિયા બરબાદ થઈ શકે છે. તેઓ સામ્યવાદી ફિલસૂફ કાર્લ માર્ક્સની વાત સાથે સંમત હતા કે ધર્મ અફીણ છે, જેને લેવાથી લોકો અને દેશો બધું ખતમ થઈ જાય છે. લેબર પાર્ટીએ આ વાતને પોતાનું સૂત્ર બનાવી લીધું, અને વર્ષ 1976 માં પોતાને વિશ્વનો પ્રથમ નાસ્તિક દેશ જાહેર કરી દીધો.

આ પહેલાં ચલાવ્યું ભારે અભિયાન 

એ જમાનામાં ધર્મગુરુઓને પછાત અને ચતુર કહેવાવા લાગ્યા. જણાવવામાં આવવા લાગ્યું કે તેમની પાસે કેટલી સંપત્તિ છે, અથવા તેમના કેટલા બાળકો પોતે નાસ્તિકતા તરફ વળી ચુક્યા છે. આ રીતે સામાન્ય લોકોને ધર્મથી દૂર કરવાના પ્રયાસ થવા લાગ્યા. ત્યાં સુધી કે કોઈ ચોક્કસ ધર્મને અનુસરનારા પ્રભાવશાળી લોકોને પણ સજા મળવા લાગી. વર્ષ 1946માં, જ્યારે યુદ્ધ સમાપ્ત જ થયું હતું, ઘણા લોકોને મિલિટરી ટ્રાયલ પછી મૃત્યુદંડની સજા કરવામાં આવી.

કેટલાય ધાર્મિક સંસ્થાનો તોડવામાં આવ્યા 

અલ્બેનિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિકલ સ્ટડીઝના મેમરી મ્યુઝિયમ પ્રોજેક્ટનો દાવો છે કે તે સમયગાળા દરમિયાન કુલ 2,169 ધર્મસ્થળો તોડવામાં આવ્યા કે બંધ કરી દેવામાં આવ્યા. તેમાંથી 740 મસ્જિદો હતી, જ્યારે 608 ઓર્થોડોક્સ અને 157 કેથોલિક ચર્ચ હતા. બાકીના અન્ય ધાર્મિક સ્થળો હતા. સરકારી મીડિયામાં એવી વાતો બતાવવામાં આવી, જેનાથી લોકોનો ધર્મમાંથી વિશ્વાસ ઉઠવા લાગ્યો.

બંધારણ શું કહે છે?

1970 ના દાયકામાં દેશને નાસ્તિક જાહેર કરતા, અલ્બેનિયન બંધારણમાં કલમ 37માં કહેવામાં આવ્યું – રાજ્ય કોઈપણ ધર્મને માન્યતા આપતું નથી અને વૈજ્ઞાનિક વિચારને પ્રોત્સાહન આપવા માટે નાસ્તિકતાને સમર્થન આપે છે. કલમ 55માં સ્પષ્ટ કરવામાં આવ્યું કે ધાર્મિક આધાર પર કોઈ સંસ્થાની રચના કરી શકાતી નથી.

શંકાએ બદલી નાખ્યો દેશનો નકશો 

સરમુખત્યાર હોક્સાના ગુસ્સાનું કારણ માત્ર એ જ નથી કે તે માર્ક્સથી પ્રભાવિત હતો, પણ એ પણ કારણ કે તે અમુક ધર્મોની આંતરરાષ્ટ્રીય કડીઓ જોતો હતો. અલ્બાનિયા એક નાનો દેશ હતો, જેની પાસે બહુ સૈન્ય કે આર્થિક શક્તિ નહોતી. બીજા વિશ્વ યુદ્ધ પછી એમ પણ વિશ્વના મોટાભાગના દેશોમાં ખૂબ જ તણાવ હતો. આવી સ્થિતિમાં હોક્સાને લાગ્યું કે ધાર્મિક લોકોની આંતરરાષ્ટ્રીય ઓળખાણ પણ તેમના દેશને જોખમમાં મૂકી શકે છે. આ જ કારણ છે કે ધર્મને આટલી હિંસા સાથે ખતમ કરવાનો પ્રયાસ થયો.

યુવાનોને ધર્મ વિરુદ્ધ ઉશ્કેરવા માટે હોક્સાના સમયગાળા દરમિયાન ઘણી ફિલ્મો પણ બનાવવામાં આવી. ટુ ડાઇ ઓન વન્સ ફીટ અને ફ્રીડમ ઓર ડેથ આવી જ કેટલીક ફિલ્મો હતી. સરમુખત્યારના લોકોએ તેની વાર્તા એવી બનાવી કે ધાર્મિક ગુરુઓ વિલન જેવા દેખાવા લાગ્યા જેઓ પોતાના જ દેશને આંતરરાષ્ટ્રીય તાકાતોને વેચી દે છે.

1985માં હોક્સાના મૃત્યુ પછી વસ્તુઓ બદલાઈ ગઈ

ગુપ્ત રીતે તેમના ધર્મનું પાલન કરનારા લોકો ખુલ્લેઆમ આગળ આવવા લાગ્યા. 2011ની વસ્તી ગણતરીમાં, અલ્બેનિયન વસ્તીના 56 ટકાથી વધુ લોકોએ પોતાને મુસ્લિમ ગણાવ્યા, જ્યારે 11 ટકાથી વધુ કેથોલિક ધર્મમાં માનતા હતા. બાકીની વસ્તી વિવિધ ધર્મોને અનુસરતી હતી. નાસ્તિકતા પર ભાર મૂકતા આ દેશમાં, લગભગ 3 ટકા લોકો હજુ પણ પોતાને કોઈ પણ ધર્મમાં ન માનનારા ગણાવે છે. અલ્બેનિયન બંધારણ પણ કોઈ એક ધર્મને માન્યતા આપતું નથી, પરંતુ તમામ ધર્મોને સમાન માને છે.

શેર 1
અગાઉની પોસ્ટ
અમદાવાદ – PM મોદીના માતા હીરાબાની તબિયત સુધરી, ચોથા માળે સિફ્ટ કરાયા, આવતી કાલે થશે ડીસ્ચાર્જ
આગામી પોસ્ટ
પાકિસ્તાન જાતે ચાલીને પણ અમારી પાસે આવે તોય ના લઈએ, લોન કોણ ચૂકવશે… તાલિબાને ઉડાવી દુર્દશાની મજાક
gujarat paheredar

Related posts

ભાજપનો અગ્રેસર ગુજરાત નો સંકલ્પ, ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ ₹10,000 કરોડનું રોકાણ થશે

gujarat paheredarNovember 26, 2022

અમેરિકામાં આર્થિક સંકટ! 2 બેંકો ડૂબ્યા બાદ જો બાઇડને આપ્યું મોટું નિવેદન

gujarat paheredarMarch 14, 2023

બ્રિટન-ફ્રાન્સ સહિતના દેશોના કુલ ૧૧૮ પ્રવાસીઓએ ગાંધી જન્મ સ્થળની દયનીય હાલત જોઈને વ્યક્ત કર્યું દુ:ખ!

gujarat paheredarMarch 29, 2023

દાહોદના લીમખેડાના રમતપ્રિય પરિવારની અનોખી સિદ્ધિ

gujarat paheredarFebruary 17, 2023

ખુશખબર / એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની ઝંઝટ ખતમ, જાણો સરકારનો પ્લાન

gujarat paheredarApril 21, 2023

10 મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોથી 8 પર ભાજપ આગળ, 61% મુસ્લિમ મતદારો સાથે જમાલપુર બીજા સ્થાને

gujarat paheredarDecember 8, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140150
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક