સિટીંગ ધારાસભ્ય યોગેશ પટેલને રિપીટ કરાશે કે પછી તેમની ટિકિટ કાપીને કોઈ અન્ય ઉમેદવારને સ્થાન આપવામાં આવશે.
માંજલપુર બેઠક પર પાટીલને પણ હજુ સુધી સફળતા નથી મળી
માંજલપુર બેઠક પર સીઆર પાટીલને પણ હજુ સુધી સફળતા નથી મળી કેમ કે, સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર યોગેશ પટેલને મનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આટલો વિચાર કર્યા પછી એ ચોક્કસથી કહી શકાય છે કે, ભાજપ આ બેઠક પર નવા જૂની કરી શકે છે. કેમ કે, વડોદરામાંથી ભાજપે વધુ ધારાસભ્યોની ટિકિટો કાપી છે ત્યારે અગાઉ વડોદરામાં વિરોધ પણ જોવા મળ્યો છે. તેમાં પણ વાઘોડીયાના દબંગ ધારાસભ્ય એવા મધુ શ્રીવાસ્તવે ભાજપથી રાજીનામું આપીને ભાજપ સાથે છેડો જ ફાળી દીધો છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
હવે છઠ્ઠી યાદીમાં એક નામ સામે લેવાશે
માંજલપુર બેઠક પર હજુ સુધી ટિકિટ આપવામાં નથી આવી. જેથી હજુ પણ 182માંથી 181 ઉમેદવારોના નામો જાહેર કરાયા છે પરંતુ આ એક બેઠક પર નિર્ણય હજુ મુલતવી રખાયો છે. એક યાદીમાં 160 નામો બાદ સ્પેપ બાય સ્ટેપ પાંચ યાદી સુધીમાં 181 નામો જ જાહેર કરાયા છે. એટલે કે હવે છઠ્ઠી યાદીમાં એક નામ સામે લેવાશે.
વડોદરા કરજણ બેઠક પરથી ધારાસભ્યને મનાવી લેવાયા
કરજણ બેઠક પરથી સતિષ પટેલની નારાજગી દૂર કરવામાં આવી. ભાજપે અહીં ડેમેજ કંટ્રોલ કરી દીધું છે. હું પાર્ટી સાથે જ રહેવાનો છું તેવું તેમણે કહ્યું હતું. અગાઉ તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડવા માટે મન બનાવી લીધું હતું. તમને પણ આગળ લઈ જશું તેવી વાત કહી હતી અને હવે અમે સાથે રહીને ચૂંટણી લડીશું. કરજણ વિધાનસભા જીતાડવા માટેના તેઓ પ્રયત્ન કરશે અને ભાજપમાં સાથે રહીને કામ કરશે.