ગુજરાતમાં લાકડાના રમકડા માટે ઇડર શહેર પ્રખ્યાત હતું જોકે હાલમાં માત્ર બેથી ત્રણ વેપારી નામ પૂરતા આ વ્યવસાય સાથે જોડાયેલા છે તેમજ આગામી સમયમાં સરકાર દ્વારા લાકડા ના રમકડા બનાવનારા કલાકારો સહયોગ જાહેર નહીં કરાય તો મૃતપ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે
ભારતભરમાં તેમજ ગુજરાતમાં લાકડાના રમકડા માટે ઇડર શહેર પ્રખ્યાત હતું જોકે હાલમાં માત્ર બેથી ત્રણ વેપારી નામ પૂરતા આ વ્યવસાય સાથે જોડાયેલા છે તેમજ આગામી સમયમાં સરકાર દ્વારા લાકડા ના રમકડા બનાવનારા કલાકારો સહયોગ જાહેર નહીં કરાય તો મૃતપ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં લાકડાના રમકડા બનાવવા માટે ઇડર શહેર નું નામ પ્રખ્યાત હતું જોકે છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન વિદેશી રમકડા સહિત ચીની બજાર પ્રવેશતા હાલમાં ઇડર શહેર ના લાકડાના રમકડા બનાવનારાઓ ની હાલત કફોડી થઈ છે જેના પગલે 300થી વધારે કલાકારો ની સામે હાલમાં 3 થી 4 કલાકારો લાકડાના રમકડા બનાવી દે છે જોકે તેમાં પણ હવે કોઈ ખાસ આવક ન રહેતા હવે સ્થાનિક લોકો લાકડાના રમકડા બનાવવા નું છોડી અન્ય બાબતો તરફ વળ્યા છે જેમાં સૌથી વધારે આવક મળતી હોય તેવા રોજગારી ને પ્રાથમિકતા આપી રહ્યા છે તેમજ લાકડાના રમકડા ની જગ્યાએ હવે આ કલાકારો નવરાત્રિના દાંડિયા સહિત આડની વેલન બનાવી રોજગારી મેળવી રહ્યા છે. સામાન્ય રીતે લાકડાના રમકડાં રૂપિયા 20 થી લઈ 1,000 સુધીના અલગ-અલગ રમકડા બનતા હતા જોકે ચીની બજાર નો રમકડાં ક્ષેત્રે પ્રવેશ કરતા દરેક લોકો લાકડાના રમકડાનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે તેમજ ચીની બજારને વધારે મહત્વ આપતા હવે વેપારીઓ પણ સમગ્ર વ્યવસાય છોડીને અન્યત્ર સ્થાયી થવા લાગ્યા છે. જોકે એક તરફ છેલ્લા કેટલાક સમયથી સ્વદેશી અપનાવવાની વાતો વચ્ચે લોકલ ફોર વોકલ ની વાતો થઈ રહી છે તો બીજી તરફ દિન પ્રતિદિન વધતા જતા વિદેશી વાયરાએ સ્થાનિક કક્ષાએ છેલ્લા કેટલાક સમયથી આર્થિક રોજગારી મેળવનારા લોકો માટે કુઠારાઘાત સર્જે છે આજની તારીખે મોટાભાગના લોકો પોતાના ધંધો નોકરી રોજગારથી બેરોજગાર થઈ ચૂક્યા છે જેમાં ખાસ કરી ગ્રામ્ય કક્ષાએ નાના-મોટા સ્વરોજગાર થકી રોજગારી મેળવનારા લોકો માટે વિદેશી રમકડાઓથી નોકરી ધંધો અને રોજગાર પડી વાગ્યા છે હાલના તબક્કે લાકડાના રમકડા માટે સૌથી સવિશેષ પ્રખ્યાત થયેલું ઇડર હાલના તબક્કે રમકડા બનાવનારા મોટાભાગના લોકો ધંધો નોકરી છોડી અન્ય રસ્તાઓ તરફ વળ્યા છે જોકે આગામી સમયમાં આ સ્થિતિ યથાવત રહી તો એકાદ બે દુકાનો બંધ થવાના મામલે ચાલી રહી છે તે પણ આગામી સમયમાં બંધ થઈ જશે તે નક્કી છે જોકે હાલના તબક્કે સરકારી સહાય કરવામાં આવે તો સમગ્ર ગુજરાત માટે ગૌરવ રૂપ ગણી શકાય તેવા લાકડાના બજારની બચાવી શકાય તેમ છે. જોકે એક તરફ દિન પ્રતિદિન લાકડાના બજાર બંધ થવાની અણી ઉપર છે ત્યારે લુપ્ત થતી લાકડાના રમકડા ની બનાવટ ને ટકાવી રાખવા તંત્ર દ્વારા પગલાં ભરાય તે જરૂરી છે જોકે આવા પગલા ક્યારે અને કેટલા ભરાશે એ તો સમય જ બતાવશે