May 25, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી કેસુડા ટુરનો થયેલો પ્રારંભ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝમનોરંજનસામાજિક

ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી કેસુડા ટુરનો થયેલો પ્રારંભ

by gujarat paheredarMarch 8, 20230
શેર 0

કેસુડાના અંદાજીત ૬૫,૦૦૦ વૃક્ષોથી સમૃધ્ધ વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલા અમુલ્ય વન્ય વારસાને માણવાનો અનોખો અવસર

દેશના દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે. જેના થકી નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશા પર અંકિત થયું છે. અત્યાર સુધી દેશ-વિદેશના મળીને ૧ કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. વિંદ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓમાંથી પસાર થતી નર્મદા નદીના તટે વસેલું એકતાનગર અને તેની આસપાસનો વિસ્તાર કેસુડાના અંદાજીત ૬૫,૦૦૦ વૃક્ષોથી સમૃધ્ધ છે. વસંત ઋતુના આગમન સાથે જ કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, માટે જ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો આજે તારીખ ૭મી માર્ચને મંગળવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસથી જ કેસુડા ટૂર માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement
             ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમનની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુમાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેશરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. આ સમયગાળા દરમિયાન વન વિસ્તારોનું વાતવરણ જાણે સોળેકળાએ ખીલી ઉઠે છે. કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું સામાન્ય તેમ છતાં અતિ મહત્વનું વૃક્ષ છે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ આપણે ત્યાં ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે.
એક વિદ્યાર્થી તરીકે કેસુડા વિશે વિશેષ જાણવાની તક મળી તે મારા માટે ખૂબ જ મહત્વની બાબત બની રહી છે- પ્રવાસી
                સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી શરૂ થયેલી કેસુડા ટૂરના પ્રથમ દિવસે વડનગરથી SOUના પ્રવાસે આવેલા પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ ટૂરમાં સામેલ પ્રજ્ઞાબેન પટેલે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાનું અમે જ્યારે આયોજન કરી રહ્યા હતા ત્યારે અમને ખબર પડી કે અહીં કેસુડા ટૂર પણ થાય છે. તો અમારા સમગ્ર ગ્રુપે તેની ટિકિટ બુક કરાવી હતી. કેસુડા વિશે જે નહોતા જાણતા તે બાબતો અમને અંહીથી જાણવા મળી છે. આ કેસુડા ટૂર કરીને અમે ખૂબ ખુશ છીએ. એક વિદ્યાર્થી તરીકે કેસુડા વિશે વિશેષ જાણવાની તક મળી તે મારા માટે ખૂબ જ મહત્વની બાબત બની રહી છે.
પ્રથમ દિવસે જ બુકિંગ કરાવી પ્રથમ રાઈડનો અનોખો આનંદ માણ્યો- પ્રવાસી
                વધુ એક પ્રવાસી કાંતિભાઈ પટેલે પોતાના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પહેલાં ઓનલાઈન ટીકિટ બુક કરાવતા અમને માહિતી મળી કે અહીં કેસુટા ટૂર પણ થાય છે. જેથી અમે ટૂર શરૂ થવાના પ્રથમ દિવસે જ બુકિંગ કરાવી પ્રથમ રાઈડમાં સામેલ થવાનું સદભાગ્ય મળ્યું જે ખરેખર અનોખો આનંદ અપાવે છે. ગાઈડ દ્વારા અમને કેસૂડા વિશેની ખૂબ સરસ માહિતી આપવામાં આવી જેમકે આપણા વેદોમાં જે ચિકિત્સા પદ્ધતિ લખાયેલી છે તેમાં કેસુડાનો કયા કયા રોગો સામે રક્ષણ માટે ઉપયોગ કરી શકાય તેની અમને જાણકારી આપવામાં આવી. આ ટુર ખરેખર અમારા માટે યાદગાર બની ગઈ છે.
કેસૂડા ટૂરમાં સામેલ થઈ ધન્યતા અનુભવી- પ્રવાસી
               અન્ય એક પ્રવાસી રૂચિ પટેલે જણાવ્યું કે, જાપાનમાં ચેરી બ્લોસમ ફેસ્ટીવલ ખૂબ જ પ્રખ્યાત છે. તેવીજ રીતે આપણા દેશમાં પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ફ્લેમ ઓફ ફોરેસ્ટ જેને આપણે કેસુડો કહીએ છીએ. જેના અમે આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરવા સાથે કેસૂડા ટૂરમાં સામેલ થઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છીએ. માત્ર પ્રવાસ નહીં પણ કેસૂડા વિશેની ઉંડાણ પૂર્વકની જાણકારી પણ અમને અહીંથી જાણવા મળી છે.
                કેસુડા ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. પ્રવાસીઓ પ્રકૃતિની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલા અમુલ્ય વન્ય વારસાને પણ માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. પ્રવાસીઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેકિંગ પણ કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની મુલાકાત પણ કરાવવામાં આવશે.
               કેસુડા ટૂરમાં પ્રથમ દિવસે ગાઈડ હાર્દિક જાનીએ કેસુડાનું આયુર્વેદમાં મહત્વ અને તેના ઉપયોગો અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. આ ટુર દરમિયાન વનવિભાગમાંથી દિપકભાઈ વસાવાએ સાથે રહી જરૂરી સહયોગ પુરો પાડ્યો હતો.

શેર 0
અગાઉની પોસ્ટ
ખેડૂતો માટે ડુંગળી-બટાકાના સહાય પેકેજ સામે કોંગ્રેસે કહ્યું, કિલો દીઠ મામૂલી સહાયની નહીં પરંતુ વિઘા દીઠ સહાય આપો
આગામી પોસ્ટ
કૃષિમંત્રીએ વિધાનસભામાં ડુંગળી સહાયની જાહેરાત કર્યા ઉપરાંત રાજ્યના ખેડુતોને વધુ રાહત અપાવવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે કરેલ પરામર્શને મળી સફળતા
gujarat paheredar

Related posts

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

AdminApril 10, 2023

જુલાઈના અંતમાં ગુજરાતની મુલાકાત લેશે PM મોદી, આ મહત્વાકાંક્ષી મિશનને વેગ મળશે

gujarat paheredarJuly 16, 2023

મોદીનો મેગા રોડ શો -16 બેઠકને આવરી લેતો રોડ શો શરુ, આશરે 50 કિમી લાંબો રોડ શો

AdminDecember 1, 2022

સાસણ સફારી માટે હવે વન વિભાગ દ્વારા નવી 9 સીટર જીપ્સી લેવાશે

gujarat paheredarFebruary 25, 2023

RSS નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું: લાહોર અને કરાચી વગર ભારત અધૂરું, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવો જરૂરી

gujarat paheredarDecember 25, 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો

gujarat paheredarOctober 28, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása
  • Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137972
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક