સમંથા રૂથ પ્રભુ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે ફિલ્મોમાંથી બ્રેક લઈ રહી છે. સમંથાને ફિલ્મો ન કરવાને કારણે કરોડોનું નુકસાન થયું છે. તે ચોક્કસપણે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહી છે પરંતુ તે તેના માટે એક મોટું નુકસાન પણ બની ગયું છે.
સમંથા રૂથ પ્રભુએ ફિલ્મોથી દૂર રહેવાના કારણે કરોડો રુપિયાનું નુકસાન થશે. બિમારીના કારણે મોટી રકમ સમંથાને ગુમાવવી પડી શકે છે. બ્રેકને કારણે અભિનેત્રીને મોટું નુકસાન થયું છે. તેણે પહેલેથી જ ત્રણ ફિલ્મો સાઈન કરી છે તેથી તેની કથિત સંભવિત નુકસાનની રકમ 10 થી 12 કરોડ રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે.
સમંથા રૂથ પ્રભુએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે લગભગ છ મહિના કામમાંથી બ્રેક લીધો છે.તમામ ફિલ્મો પૂર્ણ કર્યા પછી, સમંથાએ આરામ કરવાનું શરૂ કર્યું છે અને તેની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીને તેના બ્રેકને કારણે મોટું નુકસાન થયું છે. કથિત રીતે આ સમગ્ર સમયગાળા દરમિયાન કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
તેના બ્રેકને કારણે, સમન્થા રૂથ પ્રભુએ તેલુગુ, હિન્દી અને તમિલમાં હાલના સમયમાં કોઈ પ્રોજેક્ટ સાઈન ન કરવાનો નિર્ણય લીધો છે. એવું પણ કહેવાય છે કે તેણે મેકર્સને પૈસા પણ પરત કરી દીધા હતા. આ બધાને કારણે આ સમયગાળા દરમિયાન સમંથાને કેટલાંક કરોડોનું નુકસાન થયું હોવાનું કહેવાય છે.
રિપોર્ટ મુજબ અભિનેત્રી એક ફિલ્મ દીઠ 3.5 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પરંતુ તેણે પહેલેથી જ ત્રણ ફિલ્મો સાઈન કરી હોવાથી તેની કથિત સંભવિત નુકસાનની રકમ 10થી 12 કરોડ રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે. સમંથાએ ઓછામાં ઓછા છ મહિના માટે અભિનયમાંથી એક પગલું પાછું લેવાનું નક્કી કર્યું. આ વર્ષે તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માંગે છે. તેના સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લેશે અને યુ.એસ.માં સારવાર લેશે.