બે દિવસ પહેલા શાસક ભાજપે નરસિંહ મહેતા સરોવર મુદ્દે તેની તમામ વિગતો જાહેર કરી જણાવ્યું હતું કે જૂનાગઢને એક નવું નજરાણું મળશે અને સરોવરમાં પાણીની ક્ષમતા વધશે આ દાવાઓ વચ્ચે આજે નરસિંહ મહેતા સરોવર ખાતે તમામ વિરોધ પક્ષોએ એક થઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે જેમાં કહેવાયું હતું કે હજુ સુધી શાસક ભાજપના પદાધિકારી અને અધિકારીઓ દ્વારા તેના પ્લાન નકશા જાહેર કરવામાં આવતા નથી રૂપિયા 60 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવર બનાવવામાં આવી રહ્યું છે તેના પ્લાન નકશા શા માટે વિરોધ પક્ષને આપવામાં આવતા નથી જો પોતે દૂધે ધોયેલા હોય તો તેની તમામ વિગતો જાહેર કરવી જોઈએ નરસિંહ મહેતા સરોવરમાં મોટા પ્રમાણમાં બહારથી માટી લાવી તેનો સરોવરની ફરતી તરફ છ સાત મીટરની ઊંચાઈ અને 20 મીટરની પહોળાઈ કરવા માટે પુરાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે સરોવરના રસ્તો બનાવવા માટે નાખવામાં આવેલી માટીમાં મોટી ગેરરીતી આચરવામાં આવી છે જેના કારણે તેના પ્લાન નકશા સહિતની વિગતો જાહેર કરવામાં આવતી નથી અને વિરોધ પક્ષને આપવામાં આવતા નથી વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કે જેમ જેમ કામ શરૂ થતું જાય તેમ તેમ તેની ડિઝાઇન નક્કી થતી જાય છે પરંતુ હકીકતે જે ટેન્ડર બહાર પાડ્યું છે તેની અંદર એક એક આઈટમના ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને તેમાં કેટલી કવોન્ટેટી છે તેનો પણ ઉલ્લેખ હોય છે પરંતુ શા માટે તે છુપાવવામાં આવે છે તેવા આકરા સવાલો કર્યા છે