વડોદરા: તારીખ ૩૦મી એપ્રીલ, રવિવારના રોજ ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા શહેરના આજવા રોડ વિસ્તાર સ્થિત મરાઠા સામ્રાજ્ય તરીકે ઓળખ ધરાવનાર ભારતીય મરાઠા મહાસંઘ ની ગુજરાત ખાતે બીજી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. ઉલ્લેખનિય છે કે ભારતીય મરાઠા મહાસંઘ મુંબઈ ખાતે રાષ્ટ્રીય કાર્યલય ધરાવે છે અને સંપૂર્ણ રાષ્ટ્રમાં વર્ષ ૧૯૮૦થી સમાજ તેમજ રાષ્ટ્ર હિતમાં કાર્યો કરી રહ્યું છે.
મહાસંઘ નો કાર્યભાર ગુજરાતમાં સોંપ્યા બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિકાસ મોહિતે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશ યાદવ પાટીલ અને ગુજરાત પ્રદેશ સંપર્ક પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી રાજન ગાવન્ડજી તેમજ ઉદ્યોગ આઘાડી ઠાને અઘ્યક્ષ શ્રી સંજય પાટીલ ના નેતૃત્વમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સભાની શરૂઆત દિપ પ્રાગટય સાથે કરીને મહાસંઘના દરેક પદાધિકારીઓને સાંભળવામાં આવ્યા હતાં જેમાં વડોદરા શહેર અઘ્યક્ષ શ્રી કૃષ્ણા આહિરે, શહેર મહિલા અધ્યક્ષા શ્રીમતી પ્રિયા મોહિતે, વડોદરા જિલ્લા મહિલા અધ્યક્ષા શ્રીમતી હેમાંગીની કોલ્હેકર, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષા શ્રીમતી છાયાબેન શુંભે, આરોગ્ય વિભાગના પ્રદેશ અધ્યક્ષ શ્રી નિખિલ ગડકરી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી વિકાસ જાધવ સાથે દરેક પદાધિકારીઓએ પોતાના સૂચનો વ્યક્ત કર્યા હતા.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિકાસ મોહિતેએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મહાસંઘની શરૂઆત થયા બાદ માત્ર ટૂંકા ગાળામાં સામાજિક કામો માટે અપ્રતિમ સફળતા મેળવી છે અને આગળ પણ આ રીતેજ સમાજલક્ષી કાર્યો કરતા રહીશું.
રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશ યાદવ પાટીલ દ્વારા સંબોધન કરતા કહ્યું હતું કે ગુજરાતમાં માત્ર ૨૧ મહિનામાં ૨૧કરતા વધારે કાર્ય પ્રવૃત્તિ કરવામાં આવી છે તે સર્વ પદાધિકારીઓની મહેનત અને આવડતને પાત્ર હોવાથી દરેક પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરીને અભિનન્દન પાઠવ્યા હતા. સાથે આવનાર વર્ષ ૨૦૨૩-૨૪ ખુબજ મહત્વનું હોવાથી મહાસંઘ હવે દેશ વિદેશમાં વિસ્તારના માર્ગે હરનફાલ કરી રહ્યું હોવાથી ખાસ કરીને મહિલા અને યુવાઓને પોતાના પગ પર ઊભા રહેવા માટે આત્મનિર્ભર બનવા સંદેશો આપ્યો હતો.
રાષ્ટ્રીય પ્રવક્તા અને પ્રદેશ સંપર્ક પ્રમુખ શ્રી રાજન ગાવન્ડ દ્વારા ખાસ કરીને મહાસંઘ દ્વારા પોતાનું ઉધ્યોજક વિભાગ ઉપર ભાર દઈને ગુજરાત સ્થિત ગુજરાતી અને મરાઠી વેપારીઓના ભાગીદારીથી દેશ વિદેશમાં રહેતા આપડા ઉદ્યોજકને આત્મનિર્ભર તેમજ મદદગાર બનવા આપિલ કરી હતી અને ટૂંક સમયમાં ઉધ્યોજક માટેનું ડિજિટલ માળખું ઉભુ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ વડોદરા બાર કાઉન્સિલ ના અઘ્યક્ષ અડોકેટ શ્રી નલીનભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય મરાઠા મહાસંઘ માટે હંમેશા પ્રોત્સાહન રૂપી મદદગાર રહેશે તેવી ખાત્રી આપી હતી.
વાર્ષિક સામાન્ય સભામાં વાઘોડિયા તાલુકા સહિત, શહેર, જિલ્લા અને પ્રદેશના મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઊપસ્થિત રહયા હતાં અને આવનાર દિવસોમાં મહાસંઘ નું કામ આગળ ઝંપલાવશે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી અને વડોદરા શહેર મહિલા કાર્યઅધ્યક્ષા શ્રીમતી રશ્મિ કદમ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર, વડોદરા