આગામી 5 દિવસ વરસાદની આગાહી, ગાજવીજ ભારે પવન સાથે વરસાદ પડશે. ક્લાયમેટચેન્જના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ત્યારે તેની અસર હવામાન પર વર્તાઈ રહી છે. આગામી 5 દિવસમાં ફરી વરસાદની આગાહી હવામના વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વરહસાદના કારણે સતત ખેડજૂતકોના પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ ફરીથી વધી શકે છે.
આવતીકાલે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
- દાહોદ, પંચમહાલ અને ડાંગમાં આવતીકાલે કમોસમી વરસાદ પડી શકે છે.
- સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે.
- ઉત્તર ગુજરાતમાં બનાકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને આગામી 5 દિવસ માવઠાની અસર જોવા મળી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરાસાદ આ 5 દિવસો દરમિયાન પડશે.
ઉત્તર ગુજરાતમાં બનાકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે. ક્લાઈમેટચેન્જના કારણે વાતાવરણાં પલટો આવી રહ્યો છે ત્યારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે. કેરી સહીતના બાગાયતી પાકને તેના કારણે નુકસાનની ભિતી સેવાઈ રહી છે.