કોંગ્રેસના નેતા રાજા પટેરિયા કહેતા સંભળાઈ રહ્યા છે કે, ‘મોદી ચૂંટણી ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ અને ભાષાના આધારે ભાગલા પાડશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનું ભાવિ જીવન જોખમમાં છે. બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો.’
કોંગ્રેસના નેતાની ધરપકડ
મધ્યપ્રદેશના દમોહના હટ્ટામાંથી કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું, ‘તે આદતથી મજબૂર છે. લોકોને ઉશ્કેરતા આવા કૃત્યો માટે આજીવન કેદ, ફાંસીની સજા કલમ 115 અને 117 છે. આ કલમો લગાવવામાં આવી છે. રાજા પટેરિયાની આજે હટ્ટા (દમોહ)થી ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે પવઈમાં છે. IPCની કલમ 115 અને 117 કલમ 451, 504, 505, 506, 153b પણ જોડવામાં આવી છે. તેને પવઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ બિનજામીનપાત્ર કલમો છે પરંતુ તે કોર્ટ પર નિર્ભર છે.’
સીએમ શિવરાજે સાધ્યું કોંગ્રેસ પર નિશાન
જણાવી દઈએ કે વાયરલ વીડિયોમાં કોંગ્રેસ નેતાની ટિપ્પણી બાદ MP CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, ‘ભારત જોડો યાત્રાનું નાટક કરનારાઓની વાસ્તવિકતા સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના હૃદયમાં વસે છે, તેઓ સમગ્ર દેશના આદર અને આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે કોંગ્રેસ જમીન પર તેમની સાથે સ્પર્ધા કરી શકતી નથી ત્યારે કોંગ્રેસના નેતાઓ મોદીને મારવાની વાત કરી રહ્યા છે.’
પટેરિયાએ શું કહ્યું હતું
વાયરલ વીડિયોમાં કોંગ્રેસના નેતા રાજા પટેરિયા કહેતા સંભળાઈ રહ્યા છે કે, ‘મોદી ચૂંટણી ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ અને ભાષાના આધારે ભાગલા પાડશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનું ભાવિ જીવન જોખમમાં છે. બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો.’ કોંગ્રેસના નેતા કાર્યકરોની નાની શેરી સભાને સંબોધિત કરી રહ્યા હતા.
નરોત્તમ મિશ્રાએ આપ્યા હતા એફઆઈઆરના આદેશ
બીજી તરફ રાજા પટેરિયાના નિવેદન પર રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સોમવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને FIRનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આજની કોંગ્રેસ ગાંધીવાદી નથી. મેં રાજા પટેરિયાનું નિવેદન સાંભળ્યું અને એફઆઈઆરનો આદેશ આપ્યો. આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. આ ઈટાલીની કોંગ્રેસ છે અને ઈટાલીની માનસિકતા મુસોલિનીની છે.’
મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો: રાજા પટેરિયા
રાજા પટેરિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું, ‘મારા આદર્શ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, બીઆર આંબેડકર અને રામ મનોહર લોહિયા છે. મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. મારો ઈરાદો ખરેખર વડાપ્રધાનને મારવાનો ન હતો પરંતુ તેમને ચૂંટણીમાં હરાવવાનો હતો. આ એ સરકારને હરાવવા વિશે છે કે જે મહાત્મા ગાંધીની વિચારધારાને બદલે (નાથુરામ) ગોડસેની વિચારધારાની સમર્થક છે.’