. પહેલા ટેબલ નીચેથી હવે ઉપરથી માગીને વ્યવહાર થાય છે તેમ બનાસકાંઠામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો હતો આ સાથે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપના રાજમાં વ્યવહાર વિના કોઈ કામ થતું નથી. પહેલા ટેબલ નીચેથી હવે ઉપરથી માગીને વ્યવહાર થાય છે. ભાજપ સરકારમાં અધિકારી રાજ ચાલે છે તેમ અમિત ચાવડાએ કહ્યું હતું. વહીવટી તંત્રમાં બેઠેલા લોકો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેમ પણ અમિત ચાવડાએ આક્ષેપો કર્યા હતા.
આ સાથે ભાજપ દ્વારા જનમંચની ઘોષણા કરાઈ છે ત્યારે જનમંચના પ્રશ્નોની વિધાનસભામાં રજૂઆત કરવામાં આવશે તેમ અમિત ચાવડાએ કહ્યું હતું. આ સાથે અમિત ચાવડાએ તેમની સ્પીચમાં બનાસકાંઠામાં એમ પણ કહ્યું હતું કે, ગૃહમાં પ્રશ્નોનું જો નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંજોલન કરવામાં આવશે. આમ કોંગ્રેસના નેતા દ્વારા આકરા શબ્દોમાં ભાજપ પર નિશાન સધાતા જનતાના પ્રશ્નોને કોંગ્રેસ વાચા આપશે તેમ પણ વિશ્વાસ અપાવ્યો હતો.
કોંગ્રેસે લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે 12 મહિનાના મોટા અભિયાનની જાહેરાત કરી દીધી છે. જનતાની વાત સાંભળીને કોંગ્રેસ ભાજપને બેકફૂટ પર ધકેલીવા માટે આ અભિયાન થકી આગળ વધવા માંગી રહી છે. ત્યારે જનમંચની ઘોષણા કોંગ્રેસ દ્વારા કરાઈ છે ત્યારે આ મામલે ચાવડાએ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કહ્યું હતું.
પાર્ટી 1 મેથી રાજ્યમાં જન મંચ કાર્યક્રમ શરૂ કરશે. 12 મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમની સમસ્યાઓ પાર્ટી સાંભળશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજીવ ભવનમાં મોટી જાહેરાત કરી છે.