વાવાઝોડા બાદ પોલીસની બુટલેગર પર બાજ નજર: રાજકોટના વિંછીયા પાસેથી પકડાયો ૨૫ લાખથી વધુની કિંમતનો માલ હાલ વાવાઝોડાની આફત રાજકોટ અને ગુજરાત ભર પરથી ટળી છે. કોઈ જાનહાનિ થવા પામી નથી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે ફકત કહેવાતા દારૂબંધી એવા રાજકોટમાં જાણે મોકળું મેદાન મળી ગયું હોય તમે બેફિકર બની રાજકોટમાં બુટલેગર ખુલ્લે આમ દારૂની હેરફેર કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટના વિંછીયા પાસેથી કુલ ૨૫ લકથિ વધુનો દારૂનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે. વિંછીયા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ પર હતા ત્યારે વિંછીયા પાસેથી પસાર થયેલ ટ્રકનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રકમાં ચૂનાના પાઉડરની આડમાં દારૂનો જથ્થો હેરફેર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે દારૂની બોટલ જપ્ત કરી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પૂછપરછ કરતા ડ્રાઈવરે પોતે મહારાષ્ટ્રનો રહેવાસી છે તેમ જણાવ્યું હતું અને આ માલ મુંબઈથી બોટાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ માલ કોનો છે અને કોને મંગાવ્યો છે તેની હાલ પૂછપરછ ચાલી રહી છે.