રાજકોટએક કલાક પહેલા
23 આસામીઓના દબાણો દુર કરી 190 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઈ
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મિલકતધારકોને 1 વર્ષથી સમયાંતરે નોટીસ આપવામાં આવી હતી2 મહિના પહેલા કોઠારીયા ચોકડીમાં દબાણો હટાવાયા હતા
રાજકોટ મનપા દ્વારા કોઠારીયા ચોકડીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 18માં ટી.પી.રોડ પસાર થતો હોવાથી 30 મિલકતો પર તંત્રનું બોલડોઝર ફર્યું હતું.અને 2,25,00,000 ચો.મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી. જ્યાં મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મિલકતધારકોને 1 વર્ષથી સમયાંતરે નોટીસ આપવામાં આવતી હતી. અને આજે સવારે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને લાખો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
નોટિસ પણ પાઠવવામાં આવીઆજે ટી.પી.સ્કીમ નં.10, એફ.પી.નં.89 માં આવેલ રહેણાંક હેતુના અમરનાથ પાર્ક શેરી નં.11 ના બોલબાલા માર્ગ પર આવેલ દબાણ દુર કરવામાં આવ્યા હતા. જો કે ડિમોલિશનમાં કોઈ અઇચ્છનીય બનાવ બન્યો નહોતો. આ સાથે કોઠારીયા ગામ રોડ પર આવેલ 24 મીટરના ટી.પી.રોડમાં પર આવેલા 23 આસામીઓના દબાણો દુર કરી 190 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઈ હતી. ગેરકાયદેસર મિલકતો ખડકી દેનારાઓને અગાઉ જગ્યા ખાલી કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ જગ્યા ખાલી ન થતા આજે મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં ફાયર બ્રિગેડ,વિજિલન્સ,દબાણ હટાવ,ટી.પી.શાખા સહિતની શાખાઓ જોડાઈ હતી.
કોઠારીયા ચોકડીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
2 મહિના પહેલા કોઠારીયા ચોકડીમાં દબાણો હટાવાયા હતાઉલ્લેખનીય છે કે 2 મહિના પહેલા પણ સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ચોકડી સુધીના રોડ ખાતે દબાણ હટાવ, ટેકસ વસુલાત સહિતની ઝુંબેશ કરવામાં આવી હતી. વોર્ડ નં.16માં સમાવિષ્ટ કોઠારીયારોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં કુલ 15 સ્થળોએ થયેલ છાપરાનું દબાણ દુર કરાવવામાં આવેલ છે. જેમાં રીંકલ કેન્ઝી સ્ટોર, જલારામ સીઝન સ્ટોર, જમુનેસ વાસણ ભંડાર, પગરવ, શ્રી ગણેશ સાડી સેન્ટર, દેવપરા રોડ પર બંસી બુટીક, ઠાકોરજી આર્કેડ, રોયલ ઇલે., શ્રી શકિત સ્ટોલ, ડિલક્ષ પાન, શ્રીજી શીતલ સ્ટુડીયો, મોમાઇ ડિલક્ષ પાન, ગુરૂકૃપા ભેળ, સત્યનારાયણ ટોયઝ, રાંદલ સાયકલ સ્ટોરનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે…