રેલ્વે દેશમાં સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહી છે. સ્લીપર વંદે ભારત ટ્રેનની પ્રથમ બેચ આવતા વર્ષે આવી જશે. રાજધાની રૂટ પર સ્લીપર વંદે ભારત ચલાવવાની યોજના ચાલી રહી છે. રેલવેની 400 સ્લીપર વંદે ભારત ટ્રેનો બનાવવાની યોજના છે. જેમાં ત્રણ અલગ-અલગ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે, સ્લીપર વંદે ભારત ટ્રેનની પ્રથમ બેચ આવતા વર્ષે માર્ચ સુધીમાં આવી જશે. તેમણે કહ્યું કે આ ટ્રેનો શરૂ કરવાની યોજના ટ્રેક પર છે. ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈ સ્લીપર વંદે ભારત ટ્રેનો ડિઝાઇન કરી રહી છે. આ કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે 22 વંદે ભારત ટ્રેનો બનાવવાનું કામ સમયપત્રક મુજબ ચાલી રહ્યું છે. દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન ફેબ્રુઆરી 2019માં દિલ્હી અને વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી. આ ટ્રેન મહત્તમ 160 કિમીની ઝડપે દોડી શકે છે. નવી ટ્રેનોને 220 કિમી પ્રતિ કલાકની ઝડપે તૈયાર કરવામાં આવી રહી છે.
હાલમાં દેશમાં ચાલી રહેલી વંદે ભારત ટ્રેનોમાં ચેર કાર કોચ છે અને તે શતાબ્દી રૂટ પર દોડી રહી છે. રાજધાની રૂટ પર સ્લીપર વંદે ભારત ચલાવવાની યોજના છે. સ્લીપર વંદે ભારત ટ્રેન રાતોરાત મુસાફરી અને લાંબા રૂટ પર મુસાફરી કરવાની મંજૂરી આપશે. તેમણે કહ્યું કે નવી વંદે ભારત ટ્રેનો માટેની બિડ અલગ-અલગ તબક્કામાં છે અને તેમાં સ્થાનિકીકરણ સૌથી મહત્વપૂર્ણ છે.
હાલમાં દેશમાં શતાબ્દી એક્સપ્રેસના રૂટ પર વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેમાં ચેર કાર એટલે કે બેસવાની સુવિધા છે. હવે તેને રાજધાની એક્સપ્રેસના રૂટ પર પણ ચલાવવાની યોજના છે. આ માટે સ્લીપર વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે.