Credit Card Abroad will be Expensive: જો તમે વિદેશ પ્રવાસ માટે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો સાવચેત થઈ જાવ. કારણ કે આરબીઆઈએ વિદેશમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગને લઈને કેટલીક ગાઈડલાઈન જારી કરી છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ભારત બહારની કોઈપણ બેંકના ક્રેડિટ કાર્ડના ઉપયોગ (credit card use) પર 20 ટકા વધુ ચાર્જ ચૂકવવો પડશે. કારણ કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગાઈડલાઈન મુજબ, 1 જુલાઈથી તમામ ભારતીય ક્રેડિટ કાર્ડ વ્યવહારો 20 ટકા (TCS) ના ઊંચા દરને આધિન રહેશે. જેના પર કોઈ દાવો કરી શકાતો નથી.
અત્યાર સુધી ટીસીએસનો દર ઓછો છે
હકીકતમાં, કોઈપણ ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પર TCS રેટમાં વધારો કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધી LRS હેઠળ ખર્ચ પર TCSનો દર ઓછો હતો. પરંતુ હવે તે વધારીને 20 ટકા કરવામાં આવ્યા છે. જો કે, તેમાં શિક્ષણ અને મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચ સામેલ નથી. એટલે કે તમે દર્દીની સારવાર માટે અને શાળા કોલેજની ફી ભરવા માટે કોઈપણ વધારાના ચાર્જ વગર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. આપને જણાવી દઈએ કે હાલમાં LRSની મર્યાદા 250,000 ડોલર છે.
ટીસીએસના દરમાં 20% નો વધારો થયો
આરબીઆઈના નિયમો મુજબ, હવે વિદેશી ટ્રાન્ઝેક્શન પર 20 ટકા ટીસીએસ લગાવવામાં આવશે. જો કે, આ ફેરફાર માત્ર ટૂર પેકેજ પર જ લાગુ થશે. જો તમે વિદેશી ધરતીની મુલાકાત વખતે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરો છો, તો ચાર્જ લેવામાં આવશે. એટલે કે, જો તમે કોઈપણ દેશમાં હોટેલ, મ્યુઝિયમ વગેરે બુક કરાવતી વખતે ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો, તો તમારે 20 ટકા વધુ પૈસા ચૂકવવા પડશે. એ જ રીતે, વિદેશી પ્રવાસો, રેસ્ટોરાંમાં ફૂડ બુકિંગ વગેરે માટે કેબ પર 20 ટકા TCS ચૂકવવા પડશે.