મહિલાઓ પોતાની ત્વચા અને વાળની ખૂબ જ કેર કરતી હોય છે. તે છતાં અવ્યવસ્થિત રહેણીકરણીના કારણે વાળને લગતી સમસ્યાઓ જોવા મળતી હોય છે હ. આજકાલ ઘણા લોકોને સમય પહેલા જ સફેદ વાળ થવા માંડે છે. આ ખૂબ જ ચિંતા નો વિષય છે. આ સિવાય ખરતા વાળની સમસ્યા પણ ગંભીર થઈ જાય છે. વાળ ખૂબ જ પાતળા થઈ જાય છે. આવામાં વાળનો ગ્રોથ થવો ખૂબ જ મુશ્કેલ છે. વાળને ઘાટા અને કાળા બનાવવા માટે ખૂબ જ નુસખાઓ અપનાવવામાં આવે છે. પણ અમુક વખત આ બધું અસરકારક નથી હોતું. વાળ માટે તમારે દેશી ઈલાજ જ કરવો જોઈએ. આના માટે તમે ઘરે જ ખાસ પ્રકારનું તેલ બનાવી શકો છો. તેના ઉપયોગથી વાળને ઘણા બધા ફાયદા થઈ શકે છે.
જો તમે વાળને હેલ્દી અને મજબૂત બનાવવા માંગતા હોવ તો તેના માટે નારિયેળ તેલ લઇ તેને થોડું ગરમ કરો. હવે તેમાં થોડા મીઠા લીમડા ના પાન નાખો. તેમાં એક ચમચી અજમો નાખો. આ બધી વસ્તુને સારી રીતે ગરમ થવા દો. જ્યારે બધી વસ્તુ શેકાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે આ તેલને ઠંડુ થવા દો. જ્યારે તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેને ગરણીથી ચાળીને બોટલમાં ભરી દો. હવે તમારું તેલ તૈયાર છે. અઠવાડિયામાં બે થી ત્રણ વખત તમે આ તેલથી વાળમાં સારી રીતે મસાજ કરો. ત્યારબાદ એક કલાક પછી વાળને ધોઈ લો. વાળને ધોવા માટે હંમેશા માઈન્ડ શેમ્પુનો ઉપયોગ કરો. જો તમે રેગ્યુલરલી આ તેલનો ઉપયોગ કરશો તો તેનાથી સફેદ થતા વાળને અટકાવી શકાશે. સાથે જ તમારા વાળ હેલ્ધી પણ બનશે. જો તમને ડેન્ડરફની સમસ્યા હોય તો તેમાં પણ ઘણો બધો ફાયદો મળશે.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.