mAadhaar: આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણી મહત્ત્વની સરકારી યોજનાઓનો લાભ લઈ શકાય છે, જ્યારે મુસાફરી દરમિયાન પણ આધાર કાર્ડ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આધાર કાર્ડનો ઉપયોગ એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન પર માન્ય આઈડી પ્રૂફ તરીકે થઈ શકે છે. જો કે, જો કોઈ પણ પરિસ્થિતિમાં તમે આધાર કાર્ડ સાથે રાખવાનું ભૂલી ગયા છો, તો એક એપની મદદથી તમારું કામ સરળ થઈ શકે છે. આવો જાણીએ તેના વિશે…
mAadhaar માં તમામ જાણકારી
હકીકતમાં, અમે જે એપ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ mAadhaar છે. mAadhaar એ આધાર કાર્ડ ધારકોને એક ઈન્ટરફેસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જ્યાં તે તેમના સ્માર્ટફોન પર નામ, જન્મ તારીખ, ફોટો સાથેનું સરનામું અને 12-અંકનો બાયોમેટ્રિક નંબર જેવી માહિતી સ્ટોર કરે છે. આ ભૌતિક આધાર કાર્ડ અથવા અન્ય કોઈપણ દસ્તાવેજ ગુમાવવાની શક્યતાને પણ દૂર કરે છે, કારણ કે mAadhaar અહીં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
mAadhaar ની મુખ્ય વિશેષતાઓ
આધાર નંબર ધારકની પ્રોફાઇલ ડાઉનલોડ કરો: ગમે ત્યાં, ગમે ત્યારે વસ્તી વિષયક વિગતો સાથે આધાર નંબર લઈ જવાની અનુકૂળ રીત.
બાયોમેટ્રિક લોકિંગ/અનલોકિંગ: બાયોમેટ્રિક્સ ડેટા લોક કરીને બાયોમેટ્રિક પ્રમાણીકરણને સુરક્ષિત કરવું. એકવાર નિવાસી બાયોમેટ્રિક લોકિંગ સિસ્ટમને સક્ષમ કરી લે, તો તેમનું બાયોમેટ્રિક ત્યાં સુદી લોક રહે છે, જ્યાં સુધી આધાર ધારક તેને અનલોક કરવાનો વિકલ્પ પસંદ નથી કરતો (જે કામચલાઉ છે) અથવા લોકિંગ સિસ્ટમને અક્ષમ ન કરી દે.
ટીઓટીપી (TOTP): સમય-આધારિત વન-ટાઇમ પાસવર્ડ એ આપમેળે જનરેટ થયેલ કામચલાઉ પાસવર્ડ છે, જેનો ઉપયોગ SMS આધારિત OTPને બદલે કરી શકાય છે.
પ્રોફાઇલનું અપડેશન: અપડેટ વિનંતી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, આધાર પ્રોફાઇલ ડેટા અપડેટ થયેલ દેખાશે.
આધાર નંબર ધારક દ્વારા ક્યૂઆર કોડ અને ઈ-કેવાયસી (eKYC) ડેટા શેર કરવું- મેન્યુઅલ એન્ટ્રીને બદલે સચોટ વસ્તી વિષયક માહિતી મેળવવા માટે ક્યૂઆર કોડ અને પાસવર્ડ સુરક્ષિત eKYC ડેટા શેર કરી શકે છે.
ઓથેન્ટિકેશન રિપોર્ટ – ચોક્કસ સમયમર્યાદા માટે તમામ પ્રમાણીકરણ અહેવાલો જોવા માટે.
VID જનરેટ કરો / VID મેળવો – VID જનરેટ કરી શકાય છે અથવા જો પહેલેથી જનરેટ કરેલ હોય તો મેળવી શકાય છે.