Paytm UPI Lite ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે, તમે UPI પિન દાખલ કર્યા વિના પણ પેમેન્ટ કરી શકો છો. Paytmની આ સર્વિસ યુઝર્સને નાના ટ્રાજેક્શન કરવામાં મદદ કરશે. આની મદદથી તમે ઑફલાઇન પણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
આની મદદથી તમે ઑફલાઇન પણ UPI ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકો છો. આ માટે તમારે કોઈ UPI પિન આપવાની જરૂર રહેશે નહીં. જો કે, એપ દ્વારા UPI લાઇટ ફીચર દ્વારા એક સમયે 200 રૂપિયા સુધીના ટ્રાજેક્શન પૂર્ણ કરી શકાય છે.
આ ફીચર Paytm પેમેન્ટ બેંક યુઝર્સ માટે લાઈવ કરવામાં આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે ગયા વર્ષે આ ફિચર રજૂ કર્યું હતું. હવે પ્રાઇવેટ UPI ટ્રાન્ઝેક્શન ધરાવતી એપ્સ પણ તેને ઇન્ટીગ્રેટ કરી રહી છે. હવે Paytm પેમેન્ટ્સ બેંક આવું કરનાર પહેલી પ્રાઇવેટ કંપની બની ગઈ છે.
કંપનીએ કહ્યું છે કે યુપીઆઈ લાઇટ ફીચરને એપ દ્વારા એક્સેસ કરી શકાય છે. UPI Lite વૉલેટ લોડ કર્યા પછી, યુઝર્સ 200 રૂપિયા સુધીના ઇન્સસ્ટન્ટ ટ્રાજેક્શન પૂર્ણ કરી શકે છે. આ સાથે, યુઝર્સને ઝડપી અને સીમલેસ એક્સપિરિયન્સ મળશે.
મેક્સિમમ 2000 UPI લાઇટમાં દિવસમાં બે વાર ઉમેરી શકાય છે. એટલે કે, તમે એક દિવસના કુલ 4 હજાર રૂપિયા ચૂકવી શકો છો. UPI લાઇટ દ્વારા કરવામાં આવેલા પેમેન્ટ્સ Paytm બેલેન્સ અથવા હિસ્ટ્રી વિભાગમાં જોઈ શકાય છે. આ બેંક પાસબુક ઓપ્શનમાં દેખાશે નહીં.
UPI લાઇટમાં ફંડ ઉમેરવા માટે, વ્યક્તિએ ઑનલાઇન મોડમાં હોવું જરૂરી છે. આ સિવાય વધારાના ફેક્ટર ઓથેન્ટિકેશન હોવું પણ જરૂરી છે. યુઝર્સ UPI AutoPayનો પણ ઉપયોગ કરી શકે છે. અત્યારે માત્ર UPI લાઇટ દ્વારા ડેબિટની પરવાનગી આપવામાં આવી છે. UPI લાઇટમાં ક્રેડિટ (રિફંડ અને અન્ય વસ્તુઓ) માટે ઓનલાઇન હોવું જરૂરી રહેશે.